________________
યુકિત છે અને તે પિતાની અયોગ્ય યુકતિને સારૂજ ઈશ્વરને અસમર્થ ઠરાવ્યો છે.
એ પ્રમાણે સાફ નિમૅલ અને બુદ્ધિ વિરૂદ્ધ વાતો વૈષ્ણવ માને છે. વળી માનીને ઉપર લખેલી શંકાઓ કાઢી નથી શકતા તે રહ્યું, પણ દરેક ઠેકાણે જુદા જુદા સિદ્ધાંત લખ્યા છે, તે વિશે પણ કાંઈ શંકા કરતા નથી એ કેટલું અજાયબીભરેલું છે ?
હવે બીજે ઠેકાણે ગુસાંઈજીની નિજ વાર્તામાં લખે છે કે આ પૃથ્વીની નીચે સાત પાતાળ છે અને ઉપર છલોક છેતેથી ઊંચું વૈકુંઠ અને સૌથી ઊંચે ગોલોક છે. ત્યાં રત્નમય અને કેરી સૂર્યના જેટલા તેજોમય મહેલ છે તથા ગઢ કિલ્લા,નદી અને પર્વત છે. ત્યાંના રાજા શ્રી કૃષ્ણ છે. ત્યાં પ્રીયાજી રાધાજી અથવા સ્વામિનીજી છે; તથા ચંદ્રાવળી વગેરે ત્રણ કરોડ રાણીઓ છે, તે રાણીઓને રહેવા સારૂ જુદા જુદા કુંજ (બગીચા) છે. ત્યાં વિવિધ પ્રકારનાં વૃક્ષો, ગાયે, મોર, પોપટ વગેરે પક્ષીઓ પણ છે. એક સમયે શ્રીકૃષ્ણને પ્રીયાજીએ બોલાવવા સારૂ પિતાની સખી લલિતાજીને મોકલી લલિતાજી કૃષ્ણને લઈને સ્વામિનીજીના બગીચા તરફ જતી હતી. એટલામાં ચંદ્રાવળી સામી મળી. તેણે વિચાર્યું કે કાંઈ કપટ કરીને શ્રીકૃષ્ણને મારા બગીચામાં લઈ જાઉં એમ વિચારીને બોલી કે આ માર્ગે પ્રીયાજીના બાપ વૃષભાનજીને જતાં દીઠા છે, માટે અ; બીજે રસ્તે થઈને જાઓ તો ઠીક, પછી શ્રીકૃષ્ણને એવાં કામમાં કાંઈ વૃષભાનજીની બહીક હશે તેથી ચંદ્રાવળીએ કહેલે રસ્તે ચાલ્યા. તે રસ્તે ચંદ્રાવળીના બગીચા આગળ ચંદ્રાવળીની સખી ચંદ્રાનના ઉભી હતી, તેણે જાણ્યું કે ચંદ્રાવળી તદબીર કરીને શ્રીકૃષ્ણને લાવી તે ખરી, પણ લલિતા સાથે તે જાય તે ઠીક. એવું વિચારીને બોલી કે આ માર્ગે ચંદ્રભાન જતા હતા. હવે ચંદ્રભાનુ લલિતાનો કાંઈ સગો થતો હતો તેથી લલિતા તેનાથી ડરીને જતી રહી. પછી ચંદ્રાવળી શ્રીકૃષ્ણને પોતાના કુંજમાં લઇ ગઇ. અને શ્રીકૃષ્ણ ચંદ્રાવળીનાં તનનો તાપ નસાડ્યો પછી લલિતાજીએ એ વાત જઇને પ્રિયાજીને કહી. એમાંથી પ્રિયા અને ચંદ્રાવળીજી વચ્ચે લડાઈ થઈ તેમાં પ્રીયાજીએ ચંદ્રાવળીજીને