________________
કલ્પના કૃષ્ણના અવતારો શા સારૂ છે? તે તે કૃષ્ણ તે તે જીવોને ઉદ્ધાર કરવા અશકત હતા કે, શું ? વળી આટલા દિવસ તે અશકત હતા માટે શ્રી વલ્લભજીમહાપ્રભુજી મહારાજનો અવતાર થયે! તે શ્રી કૃષ્ણ ભગવાનથી પણ વિશેષ શકિતવાન થયા કે? વળી સારસ્વત કલ્પને વરાહથી ૧૪૪૦૦૦૦૦૦૦૦૦ (એક ખર્વ અને સુમાલિસ અબજ) વરસે થયાં તથા તે પછી પદ્મકલ્પ ગયે, ત્યારે ગોલોકીઓ કેટલો અંધારીઓ કરાવ્યો છે. અરેરે ! આ કેવી અસં' ભવિત વાત છે, તે છતાં વૈષ્ણવ લોકોને કાંઈ શંકા પણ થતી નથી.
૮. શ્રી વલ્લભજી મહાપ્રભુજી આઠમા આસમાનથી અગ્નિનું પૂતળું થઈને પડયા, તે ભાંગીને ભૂકએ ન થયા અને અગ્નિ માર્ગમાં હાલની શોધ પ્રમાણે નષ્ટ ન થયા એ આશ્ચર્ય છે. વળી વચમાંના સાત લોક, તારા, ગ્રહ, નક્ષત્ર વગેરેમાં જરા પણ ભરાયા નહીં એ કેવી અજાયબી કહેવાય ? મહમદ પિગમબર સાહેબને સાતમા આસમાનપર લઈ જનાર ગેબ્રિયલ દૂત રખે વલ્લભને પૃથ્વિ ઉપર મુકી ગયા હોય નહિ ! વળી વલ્લભ મહાપ્રભુજીના પિતા લક્ષમણ ભટ્ટજી દાવો કરે છે જે એ છોકરો મારો છે તો તે વાત શું બેટી? મૂળપુરૂષાદિમાં લખેલું છે કે લક્ષ્મણનેજ છોકરે જીવત થઈને રમતે હતા તે વાત કેમ બને?
૯. વળી એ પુષ્ટીમાર્ગવાળાના ઠાકોરજી (ભગવાન) કેવા જે સ્વઈચ્છાએ કરી, સ્વઉદ્ધાર કરી શકે નહીં, તે સારૂ પૂતળાંને નાખવું પડયું તે પુતળું તે નાંખ્યું પણ દૈવી જીવોને જન્માવી હેમને તે સમયે ઉદ્ધાર કરી ન શકાય તે બિચારા હજી જમ્યા કરે છે. એ કેવળ પિતાનો સ્વાર્થ સાધવા માટે ખોટી તથા અયોગ્ય
* કલ્પ એટલે બ્રહ્માને દિવસ તથા રાત્ર. હવે બ્રહ્માના દિવસમાં એક હજાર ચોકડી યુગ જાય તેમ રાત્રમાં પણ તેટલે જ વખત જાય. ચોકડી યુગ એટલે સત્યુગ, ત્રેતા, દવાપર તથા કલિયુગ; તેમાં સત્યયુગનું આયુષ્ય ૧૭૨૮૦૦૦ વર્ષનું ત્રેતાનું ૧૨૯૬૦૦૦ નું, દ્વાપરનું ૮૬૪૦૦૦ તથા કલિયુગનાં ૪૩૨૦૦૦ મળી સર્વે યુગોનું આયુષ્ય ૪૩૨૦૦૦૦ વર્ષ થાય છે.