________________
૭૦
શાપ દી કે તારા કુંજ સહિત તું પૃથ્વી પર જન્મ ધર. તેમ લલિતાજીએ સ્વામીનીજીને શાપ દીધો કે તારા કુંજ સુદ્ધાં તું પણ પૃથ્વિ પર પડ. પછી શ્રીકૃષ્ણ એ ટંટાનું સમાધાન કરીને કહ્યું કે તમે બન્ને જણીઓ પૃથ્વી ઉપર તમારા કુંજ સુદ્ધાં અવતાર ધરો અને હું બે રૂપે જન્મ ધરીશ અને તમારો ઉદ્ધાર કરીશ. પછી પ્રિયાજીને કુજ ચંપારણ્યમાંજ જભ્યો અને ચંદ્રાવળીને ચરણદિમાં જન્મે. તેઓને ઉદ્ધાર કરવા સારૂ શ્રીકૃષ્ણજીએ બે રૂપ ધર્યા. એક રૂપે ચંપારણ્યમાં વલ્લભાચાર્યને અવતાર થયો બીજે રૂપે ચરણદિમાં વિલનાથજીનો અવતાર છે. વળી લખ્યું છે કે ચંપારણ્યમાં જ્યારે વલ્લભાચાર્યજી જગ્યા, ત્યારે એ વનમાં ઝાડ સઘળાં સુકાઈ ગયાં તથા ગાય, વાછરડા અને પક્ષીઓ વગેરે મરી ગયાં કારણ કે એ સઘળા ગોલોકમાંથી આવીને અવતર્યા હતાં. માટે વલ્લભાયે તેમને ઉદ્ધાર કર્યો. તેમજ વીલનાથ જીએ ચરણદ્વીમાં ઝાડ તથા જનાવરોનો ઉદ્ધાર કર્યો. એ બંને જણીઓની દાસીઓ ( ત્રણ કરોડ) પૃથ્વી પર થોડે થોડે વરસને અંતરે જન્મી. તેમાં કેટલાએક તે પુરૂષરૂપે જન્મી ને કેટલીએક સ્ત્રીરૂપે જન્મી; અદ્યાપિ પણ બે રૂપે જન્મે છે. તેનો ઉદ્ધાર શ્રીકૃષ્ણજી અવતાર ધરીને કરે છે. માટે ત્યાંથી આવેલા જીવ હશે તેટલાજ અમારા પંથમાં આવે છે. વળી અગાઉ ચોર્યાશી તથા બસેં બાવન વૈષ્ણવ આચાર્યજી અને ગુસાંઈજીના થયા, તેઓ કઈ કઈ સખીના અવતાર છે તે પણ લખ્યું છે તેમાંથી થોડા નમુના સારૂ અહીં લખવું યોગ્ય વીચાયું છે. વૈષ્ણવના નામ. કઈ સખીને વાવતાર, ૧ દામોદરદાસ હરસાની
લલિતાજી. ૨ કૃષ્ણદાસ મેઘત્ત
વિશાખાજી. ૩ દામોદરદાસ સંભલવાર ચિંતામણીજી. ૪ પાનાભદાસજી
ચંપકલતાજી. ૫ પદ્મનાભની પુત્રી તુલસ્યા મણીકુંડલ. ૬ પદ્મનાભના દીકરાની વહુ પારવતી, રૂપવિલાસિનજી,