________________
કર્યા પછી આ નવીન અનુયાયિઓ આ પંથમાં વળગીને ભેરવાયેલાજ રહે એ માટે આપ સ્વાથી પુસ્તકો લખવા માંડયા. અજ્ઞાન તેમજ અંધ શ્રદ્ધાળુને જુના સિદ્ધાંત ને માન્યતાઓ ભુલાવવા ને એક ગ્રંથમાં લખ્યું છે કે “મન્ચ માિ સંગ જ નથી” વળી એક ઠેકાણે લખે છે “ગન્ન મારા પુત્ર તથા સુનની નાંદી” ભાગવતાદિક કથા પણ અન્ય માર્ગ વાળાના મુખે સાંભળવી નહીં, કારણ વખતે બીજી રીતે અર્થ કરી બતાવે. વળી શ્રી ગોકુળનાથજી એમના વચનામૃતમાં લખે છે “ઓર જ શાસ્ત્ર હૈ સે સબ પુષ્ટિ માર્ગ સે વિરોધ કરને વાલે હે તાતે જાકે પુષ્ટિ ભકત હાયકી ઈચછા હૈય, યાને પુષ્ટિ માર્ગ કે ગ્રંથ બિના અન્ય શાસ્ત્ર શ્રવણ કર નહીં.” આ પ્રમાણે જ્ઞાનને એકજ સંકુચિત પ્રદેશમાં પૂરી નાખનારને હીન બનાવનાર તેમજ અનુયાયિની દ્રષ્ટિને સંકુચિત ને અંધ બનાવનાર આ ઉપદેશથી અજ્ઞાનીઓ વધુ અજ્ઞાન થયા સત્યાસત્યને વિવેક કરનાર કોઈ રહ્યું નહીં. અને આથી જ આ અનુયાયિઓમાં ધર્મશાસ્ત્ર જાણનાર કે ધર્મનું રહસ્ય જાણનારા કે જ્ઞાન, કર્મ ઉપાસનાનું મમ હમજનાર કોઈ પંડિત ઉત્પન્ન મા નહી. ક્યાં વેદ ઉપનીષદની મહાન ગજવતી ઘોષણા ને ક્યાં આ જ્ઞાનદષ્ટિને અંધ બનાવનારી સંકુચિત દ્રષ્ટિ ? ભાટિઓને આવી રીતે સર્વ પ્રકારે કુંઠિત કરીને મહારાજોએ ભાટિઆઓમાં મજબૂત પગદડે કર્યો અને જ્યાં તેઓ વધુ જથામાં હોય ત્યાં મહારાજ અવશ્ય ગાદીનું સ્થાપન કરે છે અગર પહેડી ખેલે છે. મુંબઈમાં પહેલી પહેડી ઈ. સ. ૧૮૬૭ ની સાલમાં ગોકુળનાથજી મહારાજે ઉઘાડી. અને ત્યાર પછી બીજા દશબાર મહારાજના રહેઠાણ મુંબઈમાં થયા છે. એકંદરે ગોકુળ મથુરાંમહાવન, કાશી, શીહાડ,
અજમેર, કાંકરોળી, ચાંપાસેની, અમદાવાદ, નડીયાદ, સુરત મુંબઈ, કચ્છ માંડવી, વિગેરે મળી “શ્રીસૃષ્ટિમાં ૩૫-૪૦ મહારાજો છે અને ભાટિઆ એમના ખાસ સેવકે છે.