________________
પ૭
તબ શ્રીકું મને કીયે” આ વાત કેવળ વિચીત્ર હસવા સરખી છે, કે મતિ રાતોરાત બાદશાહની પુત્રી સાથે શેત્રંજ રમવા જાય ને પાછી આવી પોતાને આસને બેસે. તો પણ આમાં એક વાત વિચારવા જેવી લાગે છે એ સર્વ વૈષ્ણવો હેમને પિતાના સિદ્ધાંત તરફ માન હોય હેમણે ધ્યાન આપવા યોગ્ય છે તે એ કે તે કાળે મુસલમાનોને સેવક તરીકે અંગીકાર કરવામાં પાપ હેતું મનાતું. અને શ્રીજી બાવાજ જ્યાં બાદશાહની પુત્રી સાથે શેત્રંજ રમવા બેઠા તે પછી બાકી શું રહ્યું ? વલ્લભ સંપ્રદાયના આ પ્રમાણેના સિદ્ધાંતે તે વખતે સવને ઉપદેશવામાં આવતા હતા અને આજે જે સંકુચિત વૃત્તિ ને સાંકડી દષ્ટિ હેમની દરેક ક્રિયામાં જોવામાં આવે છે તે હેતી. બીજી વાત રાજ મુસલમાની લેવાથી રાજના તેજ અને પ્રભાવની અસરો કયાં સુધી પ્રજા જીવન પર થાય છે તે આવી ખરી બેટી લખેલી વાતો પરથી માલમ પડે છે. અને હિંદુસ્થાનના ધર્મવિચારની દરેક શાખાને કંઈ કંઈરૂપે કંઈ કંઈ અસર આની થયેલી આપણે જોઈએ છીએ. એ કાળમાં અનેક ધર્મ વિચારની શાખા અને પેટા શાખાઓ ઉત્પન્ન થયેલી જઈએ છીએ. અને જે અકબરની રાજનીતિ પછી હેની પાછળના રાજકર્તાઓની રાજનીતિ તેવીજકુનેહ ભરેલો ને બળવાળી અસરકારક હેત તે આર્યાવર્તન વિચાર પરિવતન તેમજ ઇતિહાસનું સ્વરૂપ શું હતું તે કહી શકવું મુશ્કેલ છે. હવે આપણુ આગળ ચાલીશું. એક સ્થળે લખે છે કે “દેશાધિપતિને ગોવર્ધનકી તરહટીમાં આયંકે ડેરા કીયે. તબ વાકી બેટી તાજ શ્રીકે દર્શન આઈ. સેતાલું શ્રીજીને સાક્ષાત દર્શન દીયે. ઓર સેન દીની. તબ વાકું અત્યંત આતુરતા બેડી જો હું તે શ્રીજી સે મિબુંગી. તબે વૃંદાવનદાસ ઝવેરીકી બેટીને વાક થાંભ રાખી પીછે વાક બાંહ પકરકે નીચે ઉતાર લાઈ તબ તરહાટીમે આઈકે વાક સૈકીક શરીર છૂટ ગયે. ઔર અલૈકીક શરીર સે શ્રીજીકી લીલામે પ્રાપ્ત ભઈ. ,, આવી ઘણીક વાત છે. અસંબધ એટલા પરથી લાગશે કે જે મુતિના કદ, દુશ્મન ને દેવળને સ્થાને મસીદ બંધાવનાર તે કદી આ ભકિત