________________
ભાવથી પૂજે એ યુકત લાગતું નથી. હવે બને એટલું ટુંકું કરવા માત્ર એકાદ બે દૃષ્ટાંત આપીશું. એક સ્થળે લખે છે કે “ ગિરધારીજી લીલામેં પધારે સે લીલામેં શ્રી ગોવર્ધન નાથજીકી સદા સર્વદા ચોકી કરત છે. તાસોં શ્રીજીને કહીજે ગોવિંદજી પાદશાહ કે હુકમકી ચિંતા કરત હે, સે ઉનકે તુમ દર્શન દેહુ એર સબ વૃતાંત કહેજો શ્રીજી મેવાડ પધારકી ઈચ્છાહે” પછી ગીરધારીજીએ ગોવિંદજીને દર્શન દીધાં ને કહ્યું જે હમારે ચિંતા કરવી નહીં હવે આમાં વિચારશું તે જણાશે કે એક સ્થળે લીલા કરી ગયાનું લખ્યું છે. તે પછી ચેકીદાર કેમ કરી શ્રીજી આગળ થયા?
વળી મૃત્યુ પામ્યા પછી ગોવિંદજીને દર્શન શી રીતે આપ્યા?” આ પછી ગીરધારીજી ગોવિંદજીને કહે છે, કે તેનું તે બહાનું છે બાકી શ્રીજીની જ જવાની ઈચ્છા છે. માટે હમે રથ સિદ્ધ કરી ચાલ્યા જાવ આ પછી લખે છે કે “બુઢે બાબા મહા દેવ આપકે રથ આગે મસાલ કે ચલેંગે ” અર્થાત મહાદેવ તે શ્રીજી આગળ મસાલ લઈ ચાલશે પછી શ્રીજીનો રથ હાંકો પણ ચાલે જ નહીં ત્યારે “ ગોસ્વામિને બીનતી કીની, તબ શ્રીજી આજ્ઞા કીયે ગંગાબાઇકુ ગાડીમે સંગમે તે ચલો. તબ રથ ચલેંગે.” આ પછી ગંગાબાઈને સાથે લીધી. અને રથ ચાલ્યો. આપર કશા વિવેચનની જરૂર નથી. સુર વાચકેજ વિચારવું.
વળી એક ઠેકાણે લખે છે કે એક દહાડે બાદશાહ કાંકરાની પથારી ઉપર સુતે હતો, હેને “શ્રીજીને જાયકે વાકી પીઠમેં એક લાત મારી ઓર વાતે આજ્ઞા કરી જે આજ મેં આગરે આયે. જો તું હમારા કહા કરિ શકે છે ? મેંહી અપને ઈચ્છા ઉઠા ” પછી લખે છે કેશ્રીજીએ બાદશાહને “લાત મારી તાકો ચિન્હ પીઠમે ઉપરી આ સો જબતાઈ જી તબ તાંદડું ચિન્હ રહે.” હવે આ સબંધમાં તે શું લખવું? શ્રીજીની મતિ તે શું, એ બાદશાહ ને લાત મારવી તે શું, ને હેનું ચિન્હ છંદગી પર્યત રહેવું તે શું? આ શિવાય મુસલમાન સાથે પટ ખેલવાની, મોહના ભંગી સાથે રમત રમવાની ગ્વાલિયાઓને ત્યાં રસ્તામાંથી રોટલા ઝુંટાવી