________________
વળી લખે છે “એક બ્રજબાસી હતો તાસુ શ્રીજી આજ્ઞા કયે જો તું મોડું દૂધ રટી લાય દે.” પછી લખે છે એક વ્રજવાસણે દશ શેર માખણ ચઢાવવાની માનતા કરેલી તે સાસુ સસરા ના ડરથી ત્યાં જઈ ન શકી એટલે તેણે કહ્યું “ઘર વારે-કે, આગળ મેરે આવો ન બનેંગે તબ વાકી આરતી જાની કે દેવ દમન આપ પધારે અરૂ માખન લેકે અરોગે.” વળી અગાઉ ચતુરા નાગાને પાડાપર હડી દર્શને આપી આવ્યા હતા. ને ગોવિંદ કુંડ પર તેજ ધણીને રોટલીને વડીને ભોગ ધર્યો ત્યારે શ્રીજી રાજભોગ મુકી દઇને ત્યાં દોડી જઈ ખાઈ આવ્યા, પણ સામગ્રી થોડી હિવાથી માધકપુરી પૂજારી હતે હેને “આજ્ઞા કી જે મેકું ભૂખ લાગી છે તો તે રાજ ભેગ ફેર કરે.” આવાં તે હજી કેટલાં દષ્ટાંત આપવાં તે અમે સમજી શકતા નથી. પ્રભુ શું, હેનું સ્વરૂ૫ શું, આચાર્ય શું, હેનું ગૌરવ શું, મહત્વતા કેટલી વિગેરે અનેક બાબતોના વિચાર કરીયે તો આ સર્વ હકીકત કેવળ હાસ્ય સરખી અર્થહીન, ગ્રામ્ય, હલકી લાગે છે. ઘણી ખરી હકીકતમાં તે સામાન્યમાં સામાન્ય ચક્ષુને સૂજે એવા વિશ્વના નિયમની અવગણના થયેલી જણાશે. શ્રીજીની મૂર્તિમાં બેલવાની, દૂધ પીવાની, ચોરવાની વિગેરે ક્રિયાઓ શી રીતે સંભવી શકે ? મનુષ્યોની આ સર્વ ઘટિત અઘટિત ક્રિયાઓનું આરોપણ પ્રભુપર કરવાથી પ્રભુને પ્રભુ પદથી ખસેડી મનુષ્ય બનાવવા સરખું છે. એટલું જ નહીં પણ. જ્યારે જડ એવી મુતિમાં આ સર્વ ક્રિયાઓનું આરોપણ કરવામાં આવે ત્યારે તે લેખકની જડતા ચેતન એવા પ્રભુને જડજ બનાવે છે. આ જમાનામાં આ હકીકતે સાધારણ મનુષ્યને પણ ગળે ઉતરવી મુશ્કેલ છે. આમ છતાં કેટલીકવાર કેટલાંક કેળવાયેલાં મનો પણ સત્યાસત્યને વિચાર કે વિવેક કર્યા વગર અથવા તો હમ
જ્યા છતાં સામાન્ય વર્ગમાં પ્રતિષ્ઠા કે મહત્વતા મેળવવાના માન ભૂખ્યા હોવાથી કંઈક રહસ્ય હશે કહી અંધ શ્રધ્ધાળુ જેવો બને છે તેમ અલંકાર શેધવા પ્રયત્ન કરે છે, પણ આ હકીકતો એવી પરસ્પર વિરૂધ્ધ જતી બુદ્ધિહીન છે કે કોઈપણ પ્રકારની કલ્પનાથીદર છે. એકવાત વિચારવાની છે. પુરૂષોના હૃદયમાં, મનમાં