________________
૫૩'
જે જે ભાવે સતત ઘોળાયા કરતા હોય છે, તેનું ચિંતન નિત્ય બન્યું રહેતું હોય છે તે કોઈ વખત નીકળતી અણધારી વાણી મારફત બહાર પડે છે તે જીવનનું માપ કરવા ઉપયોગી થાય છે. આવી હકીકતોનો વિચાર કરીએ તો એમ લાગે કે શ્રીજી સરખા પ્રભુ માત્ર દૂધ, દહીં, માખણ, ઈત્યાદી સ્થૂળ પદાર્થોમાંજ નિત્ય રમમાણ રહેતા હતા. હેમની વસ્તી માત્ર એટ લામાંજ હતી. અને તે માટે અનેક નાનાવિધ અયુક્ત ક્રિયાઓ કરવી પડતી. કયાં ગિતોપદેશિત ભકિતમાર્ગ અને કયાં આ ગ૫ માળ ? ક્યાં તત્વજ્ઞાન ને વેદાંતનો મહાન પ્રભુ અને આ મનુષ્યમાં પણું પામર ગણાય એવા દૂધ, દહીંમાં લુબ્ધ શ્રીનાથજી! બહુ તે એટલું બની શકે કે આ લેખધારા આ લોકના જીવન સંબધીની હકીકત જાણી શકીએ કે એઓના જીવિત કાળમાં એઓ બહુધા ખેડુતો હશે કારણે ઘણી વખત ગાય, ઢેર પાછળ તેઓ જતા. તેમજ ગાય હાસી જાય હેને પકડી લાવવી અને તેના દૂધ, દહીં, માખણ વિગેરે ઉપયોગમાં લેવા વિગેરેના વર્ણન આવે છે. તેમજ આવા આચાર્યોને પ્રભુ આવા ખાવા પીવાની બાબતપરજ આટલું બધું લક્ષ આપે એ હેમનાં ગરવને શોભામદ નથીજ. અમે આ બાબત એવી અસાર, અર્થહીન સમજીએ છીએ કે, વધુ વિવેચન પદેપદે કે પંક્તિયે પંકિતયે ન કરતાં માત્ર ઉપેક્ષા કરીએ છીએ.
આવા દ્રષ્ટાંત જયાં પછી હવે સૃષ્ટિક્રમ વિરૂધ્ધના તેમજ કેટલાક અન્ય પ્રકારની અસંબધ હકીકતના એ પ્રાગટયના પુસ્તકને આધારે દાખલા જોશું. એ સર્વ પરથી એ ધર્મનું, તેમજ હેના આચાર્યોના જીવન સંબંધી બહુ અજવાળું પડશે. તટસ્થ તેમજ સુજ્ઞ વાચકોને માટે એમનાજ પુસ્તકમાંના આ અવતરણે એ સંપ્રદાય તેમજ હેના ધર્માચાર્યો સંબંધી તુલના કરવાનું બહુ ઉપયોગી સાધન થઈ પડશે. અહીં એક વાત નોંધવા જેવી છે કે એ સંપ્રદાયમાં કોઈક કેળવાયેલા પણ છે. અને જેઓ પોતે ઉંચી કેળવણી પ્રાપ્ત કરવાનો દાવો કરે છે હેમણે આ એમના સંપ્રદાયમાંના પુસ્તકોની આ હકીકત માટે પોતાના વિચારો જાહેર કરવા જોઈએ. શું તેઓ પ્રમાણિક હૃદયથી સ્વીકારે છે?