________________
પામ્યા. બાદશાહે રંગી ચંગી પાસેથી પહેલાં તો બધું વૃત્તાંત સાંભળી લીધું. બાદશાહ ને આથી રાણપર પ્રસન્નતા થઈ અને રાણાની ઈચ્છા જાણવા માંગી. રાણાએ આ પરથી તરતજ વિશેષ કશું નહીં પણ આ મૂર્તિ રાજ્યમાં રહે એટલી યાચના કરી. એટલામાં એક ઉમરાવ સમયસૂચક હશે તેણે પણ કહ્યું કે કેદ પકડાયેલાં બેગમ સાહેબને વિના ઉપદ્રવે જે આવી ને નમ્રતાપૂર્વક આપી દે તો આ નિજીવ પત્થરની મતિ તે શું ઉપદ્રવ કરે ? આથી બાદશાહે રજા આપી. રાણાએ પણ ઉદેપુર જઈ શ્રીજીવાળાને કહાવી કહ્યું. તેઓ હવે નિર્ભય માટે હમેશને થયા હતા એટલે આ શુભ ખબર મળતાંજ બહુ આનન્દ પૂર્વક આવ્યા. આ પ્રમાણે શ્રીજીની ઉત્પતિ વિઘ, અને સ્થાપન છે.
પણ આ સંબંધમાં સંપ્રદાયના કોઈ લાગતાવળગતાએ અથવા મહારાજે “શ્રી ગોવર્ધનનાથજીકી પ્રાગટય વાર્તા” નામે એક પુસ્તક આશરે ૧૩૦-૩૫ વર્ષ ઉપર રચ્યું છે હેમાં એવી વાત લખી છે કે જહેને કશો પણ આધાર નથી. એકને એક પુસ્તકમાં પરસ્પર વિરૂદ્ધ પડતી વાત લખેલી છે. આને લઈને આવાં પુસ્તકોની હકીકત પ્રતિષ્ઠિત ગણવામાં વાંધે પડે છે. શ્રીજીની ઉત્પત્તિ સ્થિતિ સંબંધમાં આપણે જે વિવેચન ઉપર કર્યું તે સત્ય, કે, આ “શ્રી ગોવર્ધનનાથજીકી પ્રાગટય વાર્તા” ના પુસ્તકની હકીકત ખરી એ માટે એ પુસ્તકમાંની કેટલીક હકીકત દૃષ્ટાંત તરીકે ઉતારીશું. એમાં લખે છે કે “શ્રી કૃષ્ણાયનમઃ | અથ શ્રી ગોવર્ધનનાથજીકે પ્રાગટયક પ્રકાર લિખતે જો શ્રી ગોવર્ધનનાથજી આપ પ્રગટ હેયકે ભમિ લેકમે જોજો ચરિત્ર કીયે સે શ્રી ગોકુળનાથજી કે વચનામૃત કે સમૂહ શુધ્ધ કરીકે ન્યારે ન્યારે લીખતે હૈ.”
આ ઉપરથી અનુમાન એમ ફલિત થાય છે કે ગોકુળનાથજીની હકીકત કાંતિ અતિશયોકિત વાળી હોય, કે કાંતો નહાસભાગ ઇત્યાદીને લીધે સ્થિતિમાં ફેર પડયાથી વર્ણનમાં ફેર કરવાનું હોય