________________
૪૮
આમ જ્યાં જરા ઠીક થતું હતું ત્યાં વળી શ્રીજીવાળા પર તવાઈ આવી. દિલ્હીમાં રંગજેબ રાજ કરતો હતે. તે ધર્માધ હતો હેને આ વાતની ખબર પડી. તેણે રાણાજીને લખી જણાવ્યું કે પત્ર દર્શને આ લેકને મેંકલી આપવા નહીંતર માણસો મોકલી લઈ જશું. પ્રથમ રાણે ગભરાય, પણ આટલા ખાતર આ બધું ન કરશે એમ ધારી આડો અવળો ઉત્તર લખ્યો. બાદશાહને જવાબ વાંચતાં ક્રોધ થયે. આણીમેર ડોશીની મારફતે રાણાજીને આ લોકેએ ખૂબ રંગ ચડાવેલો હતો. શ્રીજીવાળાં પણ આ સમય જાણી આગળથી ચેતી સાવધાનતા ખાતર “વારા ” કરીને એક ગામડું હેની પાસે એક મોટી નાળ ડુંગરના ટેકરાઓમાંથી હતી અને જે ખૂબ ગીચ ઝાડીમાં હતું ત્યાં કંઈ ગુફા જેવું શોધી હેમાં શ્રીનાથજી તેમજ અસબાબ વગેરે લઈને ગુપ્તપણે રહ્યા.
ઉદેપુરથી આસરે વીસેક ગાઉપર બને લશ્કર વચ્ચે યુદ્ધ થયું. બાદશાહ જનાના સાથે હતા. તે જમાનાવાળા કોઈ સહિસલામત જગ્યા પાછળ હશે ધારી તે તરફ ગયા. એટલામાં ઉદેપુર ની મદદે જે બીજું લશ્કર આવતું હતું ત્યાં પેલા જનાના માણસે ને ભેટો થયો. ભેટે થતાંજ તેઓને કેદ પકડી લીધાં, અને હેમને પણ સાથે લઈને રાણાના લશ્કરને આવી મળ્યા. આ જમાનામાં બાદશાહની રંગી ચંગી નામની માનીતી બેગમ પણ હતી.
આને પકડીને રાણુ પાસે લઈ જતાં તે ઘણું ખુશ થયા છતાં રાણુંએ બેગમને અતિશય સત્કાર કર્યો. બેગમ આથી અત્યન્ત પ્રસન્ન થઈ. રાણાએ પૂછ્યું. “બાઈ સાહેબ હવે શે હુકમ છે?” બેગમે કહયું એક વખત બાદશાહ સાથે ભેળી કરે તો પછી હમે કહેશે તેમ કરીશું,” રાણાએ આ સ્વીકાર્યું. - હવે બાદશાહને આ જનાને કેદ પકડાયાની ખબર થઈ હતી. તેથી તે ચિંતામાં હતું, અને અમીરો સાથે વિચાર કરતો હતો, એટલામાં રાણાના માણસે બેગમને મ્યાનમાં લઈને જઈ પહોંચ્યાં. બાદશાહ ને રાણા રાયસંગ બહુ પ્રસન્નતાથી મળ્યા. બાદશાહ ને હેની મંડળી રાણાની આ ઉમદા વૃત્તિ જોઈ આશ્ચર્ય