________________
૪૭
આથી ગોવિદજી તરત ચાંપાસેની દોડી ગયા, અને જેમ બને તેમ જલદીથી શ્રીજી ને શિહાડ લઈ ગયા. ત્યાં રાણાજીએ જે સ્થાન બતાવ્યું હતું ત્યાં આગળ એક સામાન્ય જગા બાંધી રહ્યા: ગોકુળથી સવંત ૧૭૨૬ ના આસો સુદ ૧૫ ના નીકળ્યા ને સંવત ૧૭૨૮ ના ફાગણ સુદ 9 ના શિહાડ આવ્યા. અર્થાત આ રીતે બે વર્ષ, પાંચ મહીના, ને સાત દિવસ, નહાસભાગની પરિ ક્રમા કરતા હતા. - હવે આ રીતે ઉદયપુરના રાજ્યમાં સ્થિર જેવા થયા પછી ! રાજ્યાશ્રય મેળવવા તજવીજ કરવા માંડી. એઓ પાસે થોડું દ્રવ્ય હતું. થોડું ગોકુળથી લાવ્યા હતા, રાણાજીના પૂર્વજોમાં મિરાં , બાઈ અને અજબ કુંવરી થયેલાં હેમના પ્રત્યે રાણાજીને માન હતું. તેઓ વિષ્ણુ માગી હતા. એટલે ગોવિંદજીના પ્રયત્નથી રાજ્ય તરફથી એમને ખરચ મળે એવો બંદોબસ્ત થયે. .
આવી રીતે ચાર પાંચ વર્ષ નીકળી ગયાં. રાણાને અને આ વૈષ્ણ મહારાજને એમ લાગ્યું કે બાદશાહ આ વાત હવે ભૂલ્યા લાગે છે. એટલે મંદિર બંધાવવા વિચાર કર્યો, હેમાં સહવાસને લીધે રાણાજી પણ ભાવિક બન્યા હતા એટલે હેમણે બંધાવી આપવા કબૂલ કર્યું. મહારાજ પાસે એવું લખાવ્યું કે “શ્રી નાથજીની સેવા રાણાજી ઉપર બિરાજે છે કે આ મંદિર બાબતમાં સવ અખત્યાર રાણાજીનો છે અમે માત્ર સેવા દાખલ રહ્યા છીએ શ્રીજીની સેવા કરિયે તથા અન્નવસ્ત્ર લઈએ. અમને રાણાજી આ જગામાંથી કારણસર અગર કારણ વગર કાઢી મુકવા મુખત્યાર છે” વગેરે બાબતને પાકો લેખ લખાવી લીધો.
મંદિર આ રીતે બંધાયું, તેમ તેનાં ખર્ચના નિભાવ માટે બે ગામો સેવામાં ધર્યા. આ રીતે કાંઈક સારી દશામાં આવ્યા. બાદશાહવાળી વાતને લગભગ દશેક વર્ષ થઈ ગયાં હતાં એટલે કંઈક હિંમત આવી, નિર્ભયતા લાગવા માંડી. ગુજરાત, મારવાડ, સિંધ, ગોકુળ બધે કાગળ લખી બધાને જાણ કર્યું. યાત્રાળુઓ આવવા માંડ્યા. ભાવિકો વધવા માંડયા. ઉપજ થવા લાગી. .