________________
એટલે મહારાજને આ વાતની ખબર પડી. લશ્કર પાસે આવવા માંડયું તેટલામાં તે તેઓ એક બે રથ, બે ત્રણ ગાઇને દસ બાર માણસ લઈ જલદીથી શ્રીજીની મૂર્તિ લઈ ચાલ્યા ગયા. માણમાં સ્ત્રી વર્ગમાં ગંગાબાઈ તેમજ બીજી બે ત્રણ સ્ત્રી અને પુરૂષવર્ગમાં દિક્ષીતજીના ત્રીજા છોકરા ગોવિંદજી તથા બીજા બે ત્રણ મહારાજ હતા. સવંત ૧૭૨૬ આસો સુદ પુર્ણિમાં ને દિવસે પાછલી રાતના આ પ્રયાણ હેમણે કર્યું.
બાદશાહનું લશ્કર બીજે દહાડે ગિરિરાજ આગળ આવ્યું, ત્યાં તેમને ખબર પડી કે આ લેક તે હસી ગયા છે ત્યારે શું કરવું તે સંબંધમાં આગે પુછાવ્યું. ત્યાંથી મંદિર તેડી પાડવા ફરમાન આવ્યું, આથી તયાં મંદિર તેડી તે સ્થળે મસીદ અથવા ઘર બનાવી ને થોડા માણસે મતિની શોધ માટે રાખી લશ્કર પાછું ગયું.
હવે ઉપરોક્ત વૈષ્ણવ લેકો અતિ ગુપ્તપણે નીકળી પડયા હતા અને તેમણે ગિરિરાજથી આગ્રાનો રસ્તો લીધો હતો. ત્રીજે દહાડે પાછલી રાતના છ ઘડી હતી ત્યારે આગ્રામાં અંધારામાં પ્રવેશ કર્યો. ત્યાં કોઈ સલામત સ્થાને પાંચ સાત દહાડા રહ્યા. રહેવાનું કારણ એ હતું જે શ્રીનાથજીની ગોદના નવનીતપ્રિયાજીની મૂર્તિ બીજાઓને આપેલી અને હૈમને જાદે રસ્તે લઈ આવવાને કહ્યું હતું, તેઓ પ્રથમ ગવર્ધનની તળેટીમાંજ મંદિરના સંસ્કાર જોવા થોભ્યા હતા. આ લેક આગે પહોંચ્યા પછી હેમને પણ આ તેડી લાવવા માણસ મોકલ્યું, ત્યાર પછી ચાર પાંચ દહાડે તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા ત્યાં ભેગાં મળી ગુપ્તપણે અન્નકુટ ઉત્સવ કર્યો, પણ બીજે દિવસે કાંઈક ચર્ચા સંભળાતાં તેઓ તરતજ રાતોરાત ચાલી ગયા. આ અન્નકૂટની બાબતમાં પ્રાગટયની વાર્તામાં આ પ્રમાણે લખ્યું છે કે “પાછે ગુપ્ત અન્નકૂટ , ભાતકે ઠિકાને ખીર કરી ધરી, ઓર સામગ્રી સમયાનુસાર યત્કિંચિત પકવાનની ભયે. ઔર ગુપ્ત શ્રી ગોવર્ધન પૂજા શ્રી ગોવિંદજીને કીની ઓર વિધિ પૂર્વક અન્નકૂટ શ્રીકો ભયે. જો ગંગાબાઈને તા સમે કીરતન કીયે. ઓર મેંદગાદિક કછુ ઉદ્દેશ ન ભયે.”