________________
| પછી ત્યાંથી દંડેધ્ધાર કરીને કોઈ સ્થળે તેઓ ગયા, પણ હેમના ગયા પછી બાદશાહને ખબર થઈ હતી કે ગિરિરાજવાળી મૂતિ અહીં આવી હતી. આથી બાદશાહે હેમની પાછળ માણસ મેકલ્યાં. આ વાતની વૈષ્ણવ લોકને ખબર પડતાં તેઓ અંબલા કરીને કઈ નદી હેની પાર ઉતરી કોઈ ગુપ્ત જગામાં જઈ રહ્યા. બાદશાહના માણસે જ્યારે દંડધારમાં આવી પહોંચ્યા અને વૈષ્ણવલેકને પ ન લાગે ત્યારે તેમણે વિચાર્યું કે આમ પૂઠ પકડવામાં નહાસાહાસમાં હાથ ન આવશે તે કરતાં એ સ્થાયિ થાય ને પછી ત્યાં જવું, આ વિચારથી તેઓ પાછા ગયા
બાદશાહના માણસ પાછા ગયા પછી આ લોક દંડધાર આગળ કૃષ્ણપુર કરી ગામ છે ત્યાં આવ્યા. અહી આગળ એક નવી પીડા ઉતપન્ન થઈ. વૃજરાય નામનો મહારાજ જે આગળ એ લોક સાથે આગ્રામાં લો હતો તે થોડા માણસે રાખી એ ઓની પૂઠે ફરતા હતા. આ દંડધાર આગળના મુકામમાં હેને કાંઈક લાગ આવી ગયા એટલે જબરદસ્તીથી આ વૃજરાયજીએ શ્રીનાથજીની મૂતિ ઝુંટવી લીધી અને પોતે પણ થઈ બેઠે. .
આ ઝુંટવી તો બેઠા પણ પચાવવી મુશ્કેલ હતી. કારણુ આ લકે ત્યાંથી ખસી જઈ દશ બાર ગાઉ દૂર રહ્યા હતા પણ તેઓ પણ એના જેવો જ લાગ શોધ્યા કરતા હતા. થોડો વખત રહી જ રાયજીએ બધા માણસોને રજા આપી નવા રાખ્યા પણ જળગરિયા ને પેલા લોક સાધ્યા અને તેઓ દ્વારા ખબર મેળવતા રહ્યા. એક દિવસ અણધાર્યા આ વૃજરાયજી એકલા પડતા પેલા બે જળગરિયા - એ વૈષ્ણવ લોકને ખબર આપી. તેથી ગોવિંદજી અને બીજા બે ત્રણ માણસે, ત્યાં આવ્યા. વૃજરાયજી રાજભોગ ધરવા જેવા મંદિરમાં ગયા કે ગોવિંદજી દોડી પહોંચ્યા. ને વ્રજરાયજીનું ખૂન કરવા સુધીની સખત ધમકી આપી. વૃજરાયજી નિરૂપાય થઈ ગયો. અને શ્રીજીની મુર્તિ પાછી સોંપવી પડી. એટલું જ નહીં પણ વૃજરાયજી . ને ત્યાંથી કાઢી મુકો. આ પછી ગોવિંદજીએ ત્યાં પોતાના કુટુંબને બેલાવ્યું તે બધાં એકઠાં થયાં પણ ત્યાં વધુ રહેવું સલામતીરેલું.