________________
ચિન્હ તે કાઢી નખાવી ધમને ત્યાગ કરાવવા હુકમ આપ્યો: બાદશાહને હુકમ થતાં કેટલાકે પોતાની મેળે કાઢી નાંખ્યા, કેટલાકે જબરદસ્તીથી કાઢી નાંખ્યાં કેટલાકે મ્હારથી કાઢી નાંખી અંદરથી રહેવા દીધાં. ઉપરાંત બાદશાહે ગોકુળ તેમજ ગિરિરાજ ઉપર થોડું લશ્કર પણ મોકલ્યું. ગોકુળનાથજીને આ વાતની ખબર પડતાં હૈણે પિતાને સરંજામ તેમજ બાયડી છોકરાં વિગેરેને મથુરાં મોકલી આપ્યાં. અને શ્રીજીની મૂર્તિને જંગલમાં એક સાધુ રહે તે હતા તેની ગુફામાં બેસાડી આવ્યા. મૂર્તિને પોતાની પાસે રાખવી અગર તો મથુરા મેકલી દેવાનું ન રૂચ્યું. કારણ કે બાદશાહના માણસના જાણવામાં આવતાં તેઓ નાશ કરે. શ્રીજીના પ્રાગટયની વાર્તામાં આ સબધમાં એવો ઉલ્લેખ છે કે એ સાધુ ધણી ભગવદી હતા તેની ઉપર કૃપા કરી શ્રીજી ત્યાં પધાર્યા, અને દર્શન દીધાં.
બે ત્રણ દિવસ પછી ત્યાં બાદશાહના માણસે આવ્યાં. એમને ખૂબ સતાવ્યા, કંઠી તિલક કાઢી નંખાવ્યાં. મથુરા, ગિરિ રાજ વગેરે સ્થળોએ મૂર્તિની તજવીજ કરી પણ તેને પતિ ન મળવાથી આખરે ગોકુળને ખેદાન મેદાન કરી ચાલી ગયા.
આથી આ રીતે આ ગોકુળનાથજી વિગેરે બિચારા મથુરામાં જઈ વસ્યા. તેઓ જે કે પાયમાલ થયા હતી છતાં ચતુર હતા. પાછું કેમ મંડાવું, કેમ ઠેકાણે પડવું તે સંબંધમાં નિત્ય પ્રયત્નશીલ હતા ચિંદુપના મનને સધળું પાખંડ પડી ભાંગશે હમજી શાંત થયો હતો. બીજી મેર બાદશાહના કેટલાક કારભારીઓને ગોકુળનાથજી વિગેરે વશ કર્યા હતા. એવામાં એક વખત બાદશાહ કંઈ કામસારૂં મથુરા તરફ આવ્યું. ત્યારે ગોકુળનાથજીએ આ પ્રસંગને લાભ પોતાની ચતુરાઈથી લીધે અને બાદશાહના કેટલાંક માણસેને અનેક રીતે સમજાવી તેઓ દ્વારાબાદશાહની મુલાકાતે ગયા. બાદશાહને બહુ બહુ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, પણ હેણે ન માન્યું. આથી પરસ્પર કેટલાક છુટછાટ મેલવાનો નિશ્ચય જણાવી તેડ થે; અને જણાવ્યું કે મતિઓ પૂજા વલ્લભ સંપ્રદાયમાંથી કાઢી નાંખે પણ કંઠી અને મસીદના