________________
શીયારીથી આ વૃદ્ધિ કેવી રીતે ચાલુ રાખી તેની હકીકત તેમજ શ્રીજી વિગેરેનું ગિરિરાજ પરથી ઉત્થાપન થયું તેની કથા હવે પછીના પ્રકરણમાં વિચારીશું.
પ્રકરણ ૩ જુ 1. મુસાંઈજી ગિરીરાજની ગુફામાં સમાધિસ્થ થયા પછી હેના સાત છોકરાઓ પોતપોતાની ગાદી સંભાળી બેસી રહ્યા. અને શ્રી નાથજીની સેવા કરવા લાગ્યા. આ સાત છોકરાઓમાં ગોકળનાથજી કાંઈક વિશેષ ચતુર જણાય છે. હેમણે વ્રજ ભાષામાં કેટલાંએક પુસ્તકો પણ રચ્યાં છે. તેમાં મુખ્ય તો ચોર્યાસી, બસેં બાવન, રહસ્યભાવના, વચનામૃત તથા નિજવાત છે. આમાં ઘણું તે વાર્તારૂપે છે. ને તેમાંયે ખાસ વિદ્વત્તા કે વિશેષતા કોઈપણ વાતની નથી. ધર્મનું બુધ્ધિપૂર્વક વિવેચન નથી કે નથી કંઈ તત્ત્વજ્ઞાનનું રહસ્ય ઉલટું સામાન્ય વાચક વર્ગની નીતિ શૈથિલ્ય થાય એવું ઘણું છે.
તો પણ એક વાત લાગે છે કે આ વખતે એઓમાં ટુ મ્બિક ઝગડા બધે શમી ગયો હતો અને સલાહસંપનું ધોરણ વિશેષ દેખાતું હતું. આ વખતે ગોકુળનાથજીએ ગુજરાત તરફ મુસાફરી કરેલી દેખાય છે. વડનગરમાં ત્યાંની કેઈ નાગર સ્ત્રી સાથે રાસ રમ્યા. એ વાતની તે સ્ત્રીના સ્વામિને ખબર પડતાં હેને વૈરાગ્ય ઉત્પન્ન થયે, આખરે સંન્યાસી થયે, અને ચિપ સ્વામિ એવું નામ રાખ્યું. આ ચિપસ્વામિએ એમના સંપ્રદાય વિરૂધ્ધ ઘણું લખ્યું છે, ગોકુળનાથજીને તરતજ વડનગરમાંથી એવી ચાલ માટે ભાગવું પડયું, તોપણ ચિદ્રુપસ્વામિ પણ એમની પુઠે પશે અને હેણે આ સંપ્રદાય અને આચાર્યોનું પકળપણું ઉઘાડું પાડવાનો નિશ્ચય કર્યો.
આ વખતે દિલ્હીમાં જહાંગીર બાદશાહ રાજ કરતો હતો. ચિપસ્વામિએ હેને આ સંપ્રદાય અને આચાર્યોના સંબધ આવી હકીક્તથી વાકેફ કર્યો. ચિકુપસ્વામિની વાત સાંભળી બાદશાહને બહ કોધ ચડ. હેણે કંઠી તિલક આદી જે આ સંપ્રદાયનાં