________________
ગિરિરાજ પર એક નાની સરખી ઝુંપડી બાંધી રહ્યો હતો. વ્રજવાસી ઓમાં તે કાંઈક ભણેલો હતો તેથી ત્યાંના છોકરાઓને ભણાવતા. વલ્લભસ્વામિએ હેની સાથે મિત્રતા કરી પોતાની પ્રવૃત્તિના હેતુથી વાકેફ કર્યો. સદુ પંથે લોભવશ બની ભાગીદાર થયે. આવી રીતે પાંચ સાતે મળીને પુષ્ટીમાર્ગને પ્રારંભ કર્યો ગિરિરાજ પરની સદુપંડયાની ઝુંપડીમાંની જે મૂર્તિ હતી તેનો જીર્ણોદ્ધાર કરાવી ત્યાંજ સ્થાપન કર્યું. સદુ પંડો પણ કંઈક હાશીઆર માણસ જણાય છે. સેવાને અંગે ખરચ વિગેરેની વ્યવસ્થા હેણે કરવા માંડી. પૂરણમલ્લ કરી રાજા હતિ હેને મળે. હેને ચતુરાઈથી સમજાવ્યો. હેણે મંદિર બંધાવી આપવા કબૂલ કર્યું. પણ સાથે કહ્યું કે સેવા કરનાર માણસ રાજા તરફનો રહે. આ પ્રમાણે વ્હેણ મંદિર બંધાવી આપ્યું અને હેમાં ગોવર્ધનનાથજી એવું નામ આપી એક મૂતિ પધરાવી; પણ રાજાએ સેવા કરનાર બંગાળી બ્રાહ્મણ રાખ્યા. આ ઉપરથી એક અનુમાન થાય છે કે પૂરણમલ્લ કદાચ રાધાવલ્લભી પંથનો હશે તેથી ગેડિયા બંગાલી ગોંસાઈઓની તરફથી બંગાળી બ્રાહ્મણ રાખ્યા હશે. અને એક અધિકારી પિતા તરફનો રાખે જેથી હિસાબની વ્યવસ્થા બરાબર રાખી શકાય.
શ્રી વલ્લભને આ વ્યવસ્થા ફાવે એમ ન હતી. આ તે નવી ઉપાધિ વળગી. સ્વતંત્રતા ગઈ ને સેવાયે ગઈ. મંદિર બંધાવવા જતાં મતિયે ગઈ. વિચાર્યું કે આ વ્યવસ્થામાં સાર નથી. આથી તેણે પરિક્રમા કરવા વિચાર કર્યો.
જઇને થોડે મહિને પાછા ગિરીરાજ પર આવ્યા. સદુ પંડયાને મળી ચાતુર્યા વાપર્યું. બંગાળી બ્રાહ્મણોના દેષો શોધી કાઢયા, ને અધિકારી જે હતો હેને હાથ કરી લીધું. પૂરણમલ્લ પાસે અને અધિકારી દ્વારા કળ વળ વાપરી બ્રાહ્મણોને તિલાંજલી અપાવી. આગલો ક્રમ ચલાવવા માંડ્યું, અને લોકોને આકર્ષવા માંડ્યા. પંથનો પ્રથમ પાયે આ પ્રમાણે નંખાયે.
હવે એમણે પંથને કેવી રીતે વૃદ્ધિ કરી ફેલાવો તે માટે યુક્તિ છે. એકલું સંસ્કૃત ઉપયોગી ન નીવડે, તેથી એણે કવિ