________________
નહીં. તાત્કાળનો પિતાના શિષ્યોની સલાહ લઈ બીજે દિવસે ઉત્તર આપવા જણાવ્યું. રાતના ચાર પાંચ મુખ્ય શિષ્યને બરાબર હમજાવ્યા ને મનમાં નક્કી કરાવી મુક્યું આવી રીતે શ્રીવલ્લભની, જીંદગીમાં વારાફરતી સુયોગ પ્રાપ્ત થતા હતા. નીતિશાસ્ત્રીમાં સત્ય કહ્યું છે કે, જ્યારે કંઈ બનવાનું હોય છે ત્યારે બુદ્ધિ પણ તેવી જ સઝે છે. પણ વખત અનુકૂળજ આવી મળે છે તેવી જ આવી ચડે છે અને સવ ન બને એવું હોય તો પણ બની જાય છે. આ રીતે આ પ્રસંગમાં પણ બન્યું. મધુમંગલ આવ્યો. વલ્લભને લગ્ન માટે પૂછ્યું વલ્લભે હા કહી. મધુ મંગલે શ્રીફળ આપ્યું. મૂહુર્ત જોવરાવ્યું. ને, આ પ્રમાણે પોતાની પુત્રીનું વલ્લભાચાર્ય સ્વામિ સાથે લગ્ન કર્યું. સ્વામિ, સંન્યાસી મટી ગૃહસ્થાશ્રમી થયા. આ રીતે વલ્લભ સ્વામિ પણ પિતા લક્ષ્મણ ભટ્ટ માફક સંન્યાસીમાંથી ગૃહસ્થાશ્રમી થયા. દુનિયાનાં ઉદ્ધાર અથે જે નિષ્કામતા, સ્વાર્થ ત્યાગ, કે વિરાગીતા જોઈએ તે બહુ દુર્લભ છે. અને ગર્ભશ્રીમંતાઈના સહચારી દોષ, વિલાસ વૈભવ ને કામુકતા બહુ કરી આ કુળ બાળકોમાં જાણે વારસામાં ઉતર્યા હોય તેવા રંગ રાગના સુહાગ દષ્ટિગોચર થાય છે.
આવી રીતે વલ્લભ સ્વામિ પરણીને પોતાના ગામ તરફ પાછા વળ્યા. રખેને ત્યાં પહોંચ્યા પછી શિષ્યો કનડગત કરે આ હેતુથી સાથેના શિષ્યોને બરાબર હાથ કરી લીધા અને એક સંન્યાસ નિર્ણય” નામક ગ્રંથ જ. અને થયું પણ તેમજ સ્વગ્રહે પહોંચ્યા પછી આ દંપત્તિને જોતાં વાર શિષ્યોમાં માંહે માંહ્ય ચર્ચા થવા લાગી અને કેટલાકે તો પૂછયું પણ ખરું કે “મહારાજ આ જનાને તમારી સાથે શાનો? ઉત્તરમાં વલ્લભ સ્વામિએ લગ્ન થયેલાનું જણાવ્યું, અને સાથે તૈયાર કરી રાખેલું “સંન્યાસ નિર્ણય” નામનું પુસ્તક બતાવ્યું. એમાં એમણે એમ દર્શાવ્યું હતું કે સંન્યાસિને સે જન્મે મોક્ષ થાય. અને તે બહુ કઠણ છે. કારણ નવાણું જન્મ ધમપૂર્વક જાય ને સોમાં જન્મમાં દેવયોગે