________________
૧૨૫
કર્યા કે કરાવ્યાં શિવાય વિશેષ કશું નથી. તત્વજ્ઞાનની શાખામાં ફેર છે અને તે શુદ્ધાદ્ધેતિ છે, પણ તેમાં વિચાર ભેદ એ જ્ઞાનચર્ચાનું કારણ બને છે તેથી નિદાની આવશ્યકતા રહેતી નથી. છતાં શંકરાચાર્ય સરખા તત્વવત્તાની પણ સખત નિંદા કર્યા સિવાય રહ્યા નથી. દેશમાં પરરાજને લીધે તેમજ મતાંતર સહિષ્ણુતા વધવાથી તેમજ પરસ્પર વ્યવહારિક સંબધને લીધે અને પિતાના ધર્મવિચારે ને સિદ્ધાંતના અજ્ઞાનને લીધે આજે જેકે બધા એક જેવા દેખાય છે છતાં જો પુસ્તકે જોવામાં આવે તો કેટલી ને કેવી નિંદા કરવામાં આવી છે તે જાણવામાં આવે. આટલા ઉપોદઘાત પછી એ માર્ગ વાળાએ ક્યા કયા માર્ગવાળાની નિંદા કરી છે તે જોઈશું.
૧ શાંકર સિધાન્ત..
વલ્લભાચાર્યને મોટામાં મોટો શત્રુ તે શંકરાચાર્ય છે. આનું સામાન્ય કારણ એ છે કે હિન્દુસ્થાનમાં શંકરાચાર્યને સિદ્ધાન્ત સૈથી અધિક પ્રબળ છે. એમાંની ઘણીક બાબતે વેદાનકુલ પણ છે તેમજ એમાં શાસ્ત્રાધ્યયન કરવા તેમજ જ્ઞાન, યોગ વિગેરે સંબધી ઠીક બોધ પણ છે. આને લીધે વલ્લભવંશીઓને ભય લાગ્યો કે જેઓને પોતાના મતમાં ખેંચી લીધા છે તે જો વખતે શંકર મતાનુયાયિની વાત સાંભળે છે તે તરત વિરૂદ્ધ થઈ જાય આ માટે પુષ્કળ નિંદા કરી છે. શાંકર સિદ્ધાંતીઓ આ બધું ભૂલી ગયા હેનું કારણ ઉપર આપણે લખી ગયા છે વળી • વલ્લભી સંપ્રદાયના આવાં પુસ્તકે તેઓમાં જોઈએ એટલાં પ્રચરિત નથી, તેમજ શાસવિચારના પુસ્તકો વાંચવાને શેખ સામાન્ય લોક વર્ગમાં છે નહીં, અને બ્રાહ્મણ જેવી ભિક્ષાવૃત્તિપર છવનારી આશ્રિત કોમમાંજ શાંકર સિદ્ધાંતિઓ વિશેષ છે. ગુસાંઈજીએ વિઠનમંડન ગ્રંથમાં ગાલિપ્રદાન કરેલું છે એ આગળ જોઈ ગયા અને લખે છે કે ઉર પ્રચ્છન્ન વૌઢોણી પાણી નિયુસ તસ્વ. તે તુંર ઈત્યાદિ. વળી અષ્ટાક્ષરની ટીકામાં ગુસાંઈજીએ કહ્યું