________________
પ્રત્યેક સાહિત્યમાં હોય છે. પણ બધેજ મનમાનિત તરંગી કલ્પનાઓથી ઘટાવી આકાશ પુષ્પોમાંથી વાસ પ્રાપ્ત કરવાની આશા રાખવી એ માનસિક શકિતઓની દુર્બળતા કે દુરૂપયોગ છે.
- ઘણીવાર લેખક પ્રાચીન મહાપુરૂષોને પણ આવી રીતે અલંકારમાં વર્ણન કરે છે અને ફલાણું તે માયા ને નાડી, ને ફલાણે તે આત્મા ને, ફલાણું તે બુદ્ધિ ને ફલાણું તે આ, પણ તે વખતે વિસ્મરણ કરે છે કે શું ત્યારે એક ઐતિહાસિક પાત્રો થયાજ ન્હોતા? અને મોક્ષ પ્રકરણની ઉપલી હકીકતમાં તે આની વધુ ઉંડી ચર્ચાની પણ જરૂર નથી. સાદી દ્રષ્ટિયે એની અશાસ્ત્રીયતા તરત હમજી શકાશે.
પ્રકરણ ૧૦ મું.
આ માગવાળાએ કરેલી બીજા માગવાળાની નિંદા.
આ દેશમાં પ્રત્યેક આસ્તિક હિંદુના મનમાં ધાર્મિક જીવન એજ વાસ્તવિક જીવન છે એવી દૃઢ માન્યતા રહેલી હોય છે. મનુષ્ય જાતિને હીન અવસ્થામાંથી ઉદ્ધાર કરવા માટે ધર્મના પુનરૂદ્ધારની આવશ્યકતા ખાસ સ્વીકારવામાં આવે છે; પરંતુ મૂલ વિદિક ધર્મના વિપ્લવ અને વિનાશ પછી બુદ્ધ ધર્મથી માંડી અત્યાર સુધીના જેટલા પંથ સંપ્રદાયે નીકળ્યા તે સર્વયે પિત પિતાના પંથને ઊંચે માની અન્ય માર્ગને જરા નીચે ઠરાવવા પ્રયત્ન કર્યો છે, અને તેમ કરી ભોળા શિષ્યને ભમાવવા પરમતની નિંદા કરવાનું ચુક્યા નથી.
અત્યાર સુધી આપણે આ પંથની જે કેટલીક હકીકત વિચારી તે પરથી એટલી તે ખાત્રી થાય છે કે એમાં કઈ ખાસ ધર્મજ્ઞાન આપવામાં આવતું નથી. માત્ર અમુક ખેલને દર્શન