________________
૧૧૩
માટે એવા દુષ્ટને આપણે ઉઘાડ પાડી, અનિતિ, લુચ્ચાઈ, ઠગાઈ. અને લુટ કરતો અટકાવીએ, તો મેટું પુણ્ય થાય. એમ વિચારી તેણે કેટલીક યુક્તિ એકઠી કરીને ઠરાવ કર્યો કે આમ કરવું. પછી ત્યાંના રાજાના કારભારીને મળ્યો. પોતે એક રાજાને કારભારી હતો, તેથી તેની સાથે ઓળખાણ પછાન કરેલી જ હતી. તેને મજકુર સંન્યાસીની વાત સંભળાવીને કહ્યું કે, કાશી જેવા ઉત્તમ સ્થળમાં આવી ઠગાઈ ચાલે છે, તેથી તમારે શરમાવું જોઈએ છે. તેણે કહ્યું કે, અમે પણ સાંભળ્યું છે ખરૂં, પણ કાંઈ ઉપાય કરેલ નથી. હવે તમે કહે તેવી રીતે ઉપાય કરીએ. આણે કહ્યું કે કાલે હું પિતે સરાવવાને જઈશ ને તમારા સે પચાસ સીપાઈ આગળ પાછળ રાખજે, પછી અમારી ખુબ બોલાચાલી થાય ત્યારે તમારા સીપાઈઓ અમને બેઉને પકડી તમારી પાસે લાવે, એવો સીપાઈએને હુકમ કરી મુક. પછી મારા પર ફરીયાદ કરશે, તે પણ એનું પોગળ નીકળશે ને કદાચ તે નહી કરે, તે પછી હું ફરીઆદી થઈ બાવાને ઘટે તેવું શાસન કરજો. તેણે યુક્તિ પસંદ કરી. કારભારીએ કાશી નરેશને આ બધી વાત સમજાવી, તે તેણે તે પસંદ કરી. પછી બીજે દીવસે સે એક સીપાઈઓ બાવાના આશ્રમથી થોડી થોડી દૂર કોઈ સમજે નહીં તેવી રીતે ફરવા લાગ્યા. આ નાગર બાવાજીના આશ્રમમાં ગયે. બાવાજીને ઘણું નમ્રતાપૂર્વક વિનંતિ કરી, અને કેટલાંક વખાણ કરીને કહ્યું કે મારે સરાવવું છે. આ તે ઉંચા કપડાં પહેરી બે ચાર સિપાઈઓ લઈ બડા ઠાઠમાઠથી ત્યાં ગએલો હતા. તે જોઈને બાવાજી તો ખુશી થઈ વિચારવા લાગ્યા કે, આજે તે મોટો યજમાન મળે છે. બાવાએ મોટી ખુશીથી હા કહી. પછી સારવા બેઠા. સરામણું થઈ રહ્યા પછી બાવાને બે ચાર જણાએ વિનંતિ કરી કે મહારાજ અને પિતૃનાં દર્શન કરાવે. પછી બાવાજી મોટા ડોળ મામથી ઉઠયા અને અને આની પાસે આવીને આંખે બાંખ મીંચાવીને કાનમાં મહા મંત્ર કહો કે “તું તેને વારે વીલે પન્ન દુવા વેળા તે તેને पितृदेवका दर्शन होवेगा; ओर तेरी माने छीनालेसे तुमकु पेदा की
૧૫