________________
૧૧૨
અનેક ગાઇએ કરીને એકાવે છે. આના અનેક દૃષ્ટાંત જડી શકે એમ છે. માત્ર એકાદ બે દૃષ્ટાંત વિચારીશું.
થાડી મુદત ઉપર કાશિમાં એક સંન્યાસી હતા. તેણે ધન તવાની એક યુક્તિ માંડી હતી. કેટલાક બ્રાહ્મણેાને શાગિ રાખી એવી બુમ ફેલાવી હતી કે આ સંન્યાસી, લેાકાતે તેમના પિતૃના સાક્ષાત્ દર્શન કરાવે છે. આમ તા ક્રાઇ ગારને મુકી સન્યાસી પાસે શરામણુ` કરવા જાય નહિ, પણ આ કારણથી બહુ લેાક ત્યાં શરામણું કરવા જવા લાગ્યા. આસ્તે આસ્તે બાવાનેા મહીમા વધ્યા, અને સખ્યાબંધ ઢાકા સરાવવાને આવવા લાગ્યા. પછી બાવાજી । મન માન્યું ધન લઈને લેાકાને પિતૃદેવનાં દશન કરાવતા હતા. હવે તે સરાવનારને સરામણુ` તે બ્રાહ્મણ કરાવે, તે બાવાજી તા પિતૃનાં દર્શન કરાવવા ઉઠે. પછી તેની આંખે બાવાજી પેાતાના હાથથી ઢાંકીને છુ મંત્ર મારી કહેતા કે, હું તમારાં દિવ્ય ચક્ષુ કરૂ' છું. પછી જરા આંખને દાબીને આકાશ તરફ તેનુમાં કરીને તેના કાનમાં આવાજી મહા મત્ર આપે. પછી આંખ ઉધાડે એટલે કેટલાક ભાળાઓને તા દાખેલી આંખના પ્રસંગે લીલા પીળા રંગના અનેક નુકતા દેખાય, તેથી માની લે કે દ ન થાય છે તે ખેાલે કે, જે જે પિતૃદેવ. પરંતુ ધણાખરા ! મહા મત્રના પ્રતાપથી ઝટ કહેવા લાગે કે, દર્શીન થાય છે. એમ કરી મુ`ગે મેહેડે ચાલ્યા જાય. એવી ઠગાઇ કૈટલેાક વખત ચાલતાં બાવા પાસે તે। પાંચ સાતલાખની પુજી થઇ પડી. પછી તૈા પાપના ઘડા ફૂટયા, કાઠીઆવાડ તરફના કાઇ રાજાનેા કારભારી નાગર ગૃહસ્થ હતા. તે સમજી તથા વિદ્વાન હતા. તે કાશીયાત્રાએ ગયા હતા. તેને ખબર પડી કે એક સન્યાસી પિતૃનાં દશન કરાવે છે. આણે જાણ્યું જે એ વાત અને તેવી નથી, કેમકે પિતૃ કાંઇ ખાવા માટે ત્યાં બેસી રહ્યા હોતા નથી. માટે આમાં કાંઇ ઠગાઇ હશે. પછી પાતે બેચાર દહાડાસુધી ત્યાં જોવા ગયા. તેણે આ એની બધી ક્રિયા જોઇ, તથા કેટલાકને મહા મંત્ર પૂછયેા. તેથી એની ખાત્રી થઇ, કે આ લુચ્ચાઇ, ઠગાઇ, તથા લૂંટ મચાવી બેઠો છે; એટલુંજ નહિ પણ બાપડા ગરીબ ભેાળાઓને લુટીને તેના મનમાં છીનાળા છેાકરેા ઠરાવવાની દેહેશત પેસાડે છે.