________________
૧૦૨
-
કર્યું, ને શુદ્ધ ભાવથી ભૂખી રહી. એટલે શ્રી ઠાકોરજીને દયા આવી ને ચેાથે દહાડે સાક્ષાત આવી કહ્યું કે કેમ ભુખે મરે છે ? તેણે કહ્યું આ૫ આરોગે નહીં ત્યાં સુધી કેમ જમું ? ઠાકોરજીએ કહ્યું અમે તે ગુપ્ત આરોગીએ છીએ તો સ્ત્રી કહે તે હું માનું નહીં. પછી ઠારજીએ સાક્ષાત આરોગ્યું એટલે એણે ખાધું. આવી ખોટી વાતો હમજાવે છે. તે કહે છે ભોગ આરોગે તે જોવું નહી; નહી તે તે વૈષ્ણવાણુ સારૂ ઠાકોરજીને શ્રમ લેવો પડ્યો તેમ લેવું પડે..
" પણ જતા નથી કે કાગળના ભગવાનને ઉધાઈ, કંસારી ને ઉંદર ખાઈ જાય છે. લૂગડાના ભગવાન સડી જાય છે ને હેમના વાઘા વસ્ત્ર, ખાવાને ભોગ કે બધું ઉંદર, બિલાડા જેવા જનાવર ખાઈ જાય, તોયે રક્ષણ કરી શકાતું નથી છતાં સ્વાર્થ ખાતર અવળે માર્ગે દોરે છે. " પણ આ વિચાર કરીએ છીએ ત્યાં કેટલાક એવો પશ્ન કરે છે કે શું ત્યારે આ ઠાકોર સેવા કે મૂર્તિ પૂજા બેટી છે ? શું ત્યારે માનવું કોને? વળી કેટલાએક કહે છે કે મૂર્તિ પૂજા જેઓ પૂરા જ્ઞાની નથી તેવાઓને માટે જાણવાનું પહેલું પગથિયું છે. પગથીએ પગથીએ સીડી ચડાય તેમ આ અતિ પૂજાથી પણ દેવમાં પ્રીતિ લાગે ને પછી પરમેશ્વરને જાણવાનું સાધન બને. માટે આ બાબતમાં સંક્ષેપમાં કેટલુંક વિવેચન કરી હેની લાભા લાભની તુલના કરીશું.
મૂર્તિ પૂજા સંબધી સામાન્ય વિચાર. મૂર્તિપૂજાને પ્રશ્ન જ્યારે આપણી સન્મુખ આવે છે ત્યારે આપણને લાગ્યા વિના નથી રહેતું કે આ પ્રશ્ન સંબધી એટલી બંધી ચર્ચા થઈ છે કે હવે અતિ વિસ્તારની જરૂર નથી, છતાં પ્રસંગોપાત થોડાક વિચારો સુજ્ઞ વાચકજન માટે ઉપયોગી થઈ પડશે.
વિચાર કરતાં જણાશે કે સમસ્ત જગતમાં બે પ્રકારના પદાર્થ જોવામાં આવે છે. એક મૃત અને બીજે અમૃત, જે વસ્તુનું