________________
૭૮
-
પ્રકરણ ૨ જુ
તેમજ લોકે સંબંધી તેના વિચારોને અનુસરતાજ હેસ્ટિંગ્સનાં જાહેર કૃત્ય પણ હતાં. જે વખતે બંગાળાના લોકો પાસેથી તમામ મુલકી વેપાર છીનવી લઈને કમ્પનીને નેકરો એકદમ શ્રીમંત થઈ જવામાં ગુંથાયા હતા તે વખતે વોરન હેસ્ટિંસ પોતાના સ્વદેશિઓના જુલમની સામે થવામાં એક હાથે વાસિટાર્ટની સાથે સામીલ રહ્યા હતા. તેમજ ૧૭૭૨ થી ૧૭૮૫ સુધીના એના પિતાના કારભારની દરમિયાન પણ ઘોટાળામાંથી વ્યવસ્થા લાવવાને માટે એણે પ્રયત્ન કર્યા હતા. એણે હિંદુ અને મુસલમાનના કાયદાઓના સંગ્રહ કરાવી છપાવરાવ્યા. તે કાયદાઓ પ્રમાણે ન્યાય આપવા માટે તેણે ન્યાયસભાઓ સ્થાપી અને પછીથી ઘણું સુધારા થયા તે વાત ખરી, પણ વ્યવસ્થાસર રાજ્યપધ્ધતિની સ્થાપના કરનાર એજ હતો.
ઈશ્વરદત્ત વ્યવસ્થાશક્તિથી સંપન્ન અને લેકનું તથા દેશનું જ્ઞાન ધરાવનાર એક રાજ્યપુરૂષને હાથે વહીવટી કામમાં ઊચા પ્રકારની ફતેહની આશા સ્વાભાવિક રીતે રાખી શકાય. પણ જે રાજ્યકારકીર્દિની ફતેહનું માપ લોકોને મળેલા સુખ ઉપરથી લઈએ તે એમ કહેવું જોઈએ કે વૈરનહેસ્ટિં. સને કારભાર કેવળ નિષ્ફળ હતો. બ્રિટિશ સત્તા અને પ્રભાવને વિસ્તાર થયે લોકેાની આર્થિક સ્થિતિ સુધરી નહિ; પણ બંગાળા, બનારસ અને અયોધ્યામાં કષ્ટ, બળવા, અને તોફાનની અંધકારમય પરંપરાને અવકાશ મળે.
આ નિષ્ફળતાનાં કારણે સો વર્ષ પછી આજે આપણે શાન્તિથી તપાસી શકીશું. તે વખતના અંગ્રેજોની સાથે હેટિંગ્સ પણ ઇન્ડિયાને એક મોટી જાગીર લેખો, અને પિતાના બળવાન બને તે જાગીરમાંથી નફો લેવા પાછળ લગાડયું. કમ્પનીના નફાની આગળ લેકનું કલ્યાણ ગણુ થયું. રાજા અને રૈયતના હક વેપારી રાજ્યકર્તાઓની આ ભાવનામાં હેમાયા. ૧૭૭૦ ના દુષ્કાળ પછી પણ જમીનની મહેસુલમાં વધારે કરવામાં આવ્યું, અને બંગાળામાંથી ત્રીજા ભાગની વસતિનું વાશીદું વળાઈ ગયું. જમીનદાર ખાનદાને