________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૭૮ જેઓ સેંકડો વર્ષથી જે જમીનના માલીક હતા તેમને પિતાની જમીનને માટે શાહુકાર, અને સટેરીઆઓની સાથે હરાજીમાં ઉભા રહી ઈજારદાર તરીકે માગણીઓ કરવાને વખત આવ્યે. ઘરબાર છેડીને નાશી જતા અથવા બંડ કરીને સામા થતા ખેડુતોને સૈનિકે સખ્ત ક્રૂરતાથી હાંકી હાંકીને પાછા ઘર ભેગા કરતા. અને આવી રીતે એકઠા કરેલા પૈસાને મોટો ભાગ ઇગ્લેંડના ભાગીદારોને પહોંચાડી દેવામાં આવતો. ગમે તેવી ઈશ્વરદત્ત શકિત હોય, બીજી રીતે ગમે તેવી પૂર્ણ હય, તે પણ કોઈ રાજ્યસત્તા એક દેશનાં ધનનાં સાધન બીજા દેશના વેપારમાં ઘસડી જવાની કોશનીતિ રાખીને, રાષ્ટ્રીય દારિદ્રય અને દુષ્કાળને અટકાવવા સમર્થ થાય નહિ.
વૈરન હેસ્ટિંગ્સની નિષ્ફળતાનું આ મુખ્ય કારણ હતું અને તેનાં નિર્દય અને આપખુદી કૃત્યોથી લેકનાં દુઃખ વધારે ઘેરાં થયાં. મોટા રાજ્યધુરંધરોની વર્તણુક ઉપર ઇતિહાસકારના નિર્ણય સિવાય એક બીજે નિર્ણય વિદ્યમાન છે. તે નિર્ણય તે લેકનિર્ણય છે. હિંદના લેકે વૈરનહેસ્ટિંગ્સના, લેકને દરિદ્ર બનાવનાર, રાજ્યવહીવટની તરફ દુઃખ અને ત્રાસથી જુએ છે. અને તેની પછી આવનાર, પિતાના હવાલામાં સોંપેલી બહોળી વસતિને માટે લાગણી ધરાવનાર અને તેમના કલ્યાણ માટે હિંમતથી કામ લેનાર, રાજ્ય પુરૂષના રાજ્યવહીવટ ઉપર ઉપકારની દષ્ટિથી જુએ છે.
લોર્ડ કોર્નવોલિસ-અને બંગાળાને જમીનદારી
બંદોબસ્ત ૧૯૮૫-૧૯૯૩,
પિટ્ટનું ઈન્ડિયા બિલ ૧૭૮૪ ના મટની તેરમી તારીખે પસાર થયું. તેને લીધે કમ્પનીને કારભાર તજની દેખરેખ નીચે મૂકાયે, અને તેથી કેટલાક સુધારા કરવાની ફરજ પડી. કમ્પનીના કાર્યાધ્યક્ષોને ૫ણું કાંઇ