________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ,
ખાતર સને ૧૭૮૯ મિ.-શારે--( પછીથી લૉર્ડ ટેનમથ ) તેના બચાવમાં જે દલીલ કરી હતી તે અહીંયાં નેાંધવી જોઇએ.
k
કમ્પનીને મહેસુલના હક મળ્યાને આજ અઠ્ઠાવીશ વર્ષે થઇ ગયાં અને દીવાની મળવાથી તમામ મુલક હમેશને માટે મળ્યાને આજ ચાવીસ વર્ષ થઇ ગયાં છે. જ્યારે આ લાભનું સ્વરૂપ અને તેની મત્તાનેા આપણે વિચાર કરીએ, અને આપણી રાજ્યસત્તા નીચે મૂકેલા લેાકનાં શીલ, તેમની ભાષાના ભેદ, અને રીતભાતના તાવત ઉપર નજર નાંખીએ, જ્યારે તે દેશના પાલા રીત રીવાજથી અને એશિયાના રાજ્યકાશ બાબતની રીતેાથી કેવળ અજાણ્યા છતાં આપણે આવા મેટા કામમાં પ્રવૃત્ત થયા હતા તે વાત ખરાબર ધ્યાનમાં લઇએ, ત્યારે આપણે ભૂલમાં પડ્યા હતા અને સુધારવાની જરૂર છે તે વાત સ્વીકારવાથી કાઇને વિસ્મય થશે નહિ.’× આ વિચારમાં ઘણું સત્ય સમાયલું છે, છતાં ખીજા બધા કરતાં વારન હેસ્ટિંગ્સને આ ટીકા સૌથી ઓછી લાગુ પડે છે. વારન હેસ્ટિંગ્સ હિંદમાં નવે નહતેા, તે લેાકેાથી અજાણ્યા ન હતા. કેવળ બાળક હતા તે વખતના તે હિંદમાં આવ્યા હતા. તેણે શરૂઆતની જીંદગી હલકા દરજ્જામાં ગાળી હતી. તે વખતે લેાકામાં ભળતા હતા, અને તેમનાં શીલ સમજી તેની તારીફ્ કરતા હતા. હિંદમાંથી નિવૃત્ત થયા પછી અઠ્ઠાવીશ વર્ષે તેણે કહ્યું હતું કે મેં જે સાગન લીધાછે તે સેગન ઉપર હું કહુ છું કે હિંદુસ્તાનના લેકે નીતિભ્રષ્ટ છે તે વાત તદ્દન પાયા વિનાની છે, તેઓ નરમ છે, ભલા છે, તેમના ઉપર માયાળુપણું બતાવીએ . તેને માટે ઉપકાર બુદ્ધિવાળા છે; અપકાર સામે વૈરબુધ્ધિથી તેઓ પ્રેરાતા નથી, અને તીવ્ર રાગદ્વેષના અભાવમાં દુનીયાની કોઇ પણ પ્રજાની સરખામણીમાં તે ટકી શકે તેમ છે.” જેમને તે પાતે આવા જાણતા હતા તે લકામાં હેસ્ટિંગ્સે ૧૭પ૦-૮૫ સુધી અમલ ભાગવ્યા હતા.+
1-66
× Select Committee's fifth Report પણ્. ૧૬૯.
we