________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
બનારસ
હજી સુધી આપણે બંગાળાની જ સ્થિતિ જોઈ છે. બંગાળની બહાર જઈને જ્યારે જોઈએ છીએ, ત્યારે પણ વૈરન હેસ્ટિંગ્સના અમલ નીચે જે પ્રાંતિ આવ્યા હતા, તેમાં તેની તેજ સ્થિતિ જોવામાં આવે છે. ઉત્તર હિંદુસ્તાનમાં બનારસ જેવું આબાદ રાજ્ય બીજું એક ન હતું. લોક ઉઘોગી હતા, વેપાર અને ખેતી આબાદ સ્થિતિમાં હતાં અને હિંદુસ્તાનના સઘળા ભાગમાં પવિત્ર મનાતું શહેર બનારસ રાજા બલવંતસિંહની રાજધાનીનું શહેર હતું.
બલવંતસિંહ ૧૭૭૦ માં ગુજરી ગયા અને અયોધ્યાના વઝીર (રાજા) જેના એ માંડલિક રાજા હતા, તેમણે નજરાણો લઈને અને ખંડણીમાં કંધ, વધારો કરીને ચેતસિંહને તેના વારસ તરીકે કબૂલ રાખ્યો હતો. આ વારસા ના પ્રકરણમાં ઇસ્ટઈન્ડિયા કમ્પનીએ માથું ઘાલ્યું હતું, અને ૧૭૭૦ ના ઑકટોબરની ૧૭મી તારીખના અધ્યક્ષસભા ઉપર લખેલા પત્રમાં આ બાબતમાં વઝીરે સંમતિ આપ્યાથી બંગાલના ગવર્નરે પિતાને સંતોષ જાહેર કર્યો હતે.
અયોધ્યાને વઝીર (રાજા) સુજા-ઉર્દીલા પંડે ૧૭૭૫ માં મરણ પામે અને બંગાલાના ગવર્નરે પિતાના આ જુના મિત્રના મરણને લાભ લઈને પોતાના રાજ્યની હદનો અને સત્તાનો વિસ્તાર કર્યો. ૧૭૭૫ ના મે માસમાં એના પુત્ર અને વારસ અસોદલા સાથે નવું તહનામું થયું જેથી બનારસ ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીને સ્વાધીન કરવામાં આવ્યું. અને તે રીતે રાજા ચેતસિંહ બ્રિટિશ માંડલિક રાજા થશે. બનારસનું રાજ્ય આમ બ્રિટિશ પ્રાન્તની નીચે આવવાથી કમ્પનીને લગભગ ચોવીસ લાખ રૂપિયાની ઉપજ વધી. આ રકમની માસિક કિસ્તો કરવામાં આવી અને તેમાંથી ખરાજાત કે એવા બહાનાથી કંઈપણ કાપકુપ કરવામાં આવશે નહિ, એ ચેખો ઠરાવ કરવામાં આવ્યા.