________________
~~~
૭૦
પ્રકરણ ૨ જી. ~ સને ૧૭૭૫ માં આનંદથી ઉભરાઈ જતી કલમે ગવર્નર જનરલે આ બાબતના ખબર અધ્યક્ષ સભાને આપ્યા.*
આ પ્રમાણે મંડલાન્તર કરવામાં શું જોખમ હતું તેને ખ્યાલ ચેતસિંહને ત્રણ વર્ષ પછી આવ્યો. ૧૭૭૮ ના જુલાઈમાં વૈરન હેસ્ટિંગ્સ ચેતસિંહને લખે છે કે “અંડે દ્વાન્સ સાથે ગઈ તા. ૧૮ મી માર્ચ લડાઈ જગાવી છે, અને તેના સંબંધમાં મારા નામથી અને આ સભાના નામથી મારે આ પને લખવાનું કે કમ્પનીની રૈયત તરીકે આપ એમનાં હિત-ગેરહિતમાં ભાગ લેવાને બંધાયેલા છે તેથી આ લડાઈમાં જે ખરચ થાય તેને આપ, આપને હિસ્સો આપવા મહેરબાની કરશે.” *
એક પ્રામાણિક અંગ્રેજને ઇન્સાફ કરવાની ખાતર અહીં કહેવું જોઈએ કે ફિલિપ ક્રાંસિસ વૈરન હેસ્ટિંગ્સની આ લૂંટની સામે થયે હતે. બ્રિટિશ વાવટા નીચે બનારસના રાજ્યને લાવવામાં એણે અગ્ર ભાગ લીધો હતો; પણ હવે કમ્પનીના માંડલિક થયેલા આ રાજા ઉપર જે ગેરવાજબી માંગણીઓ થવા માંડી તેની સામે તેણે મજબૂત વાંધો લીધx
“+ આ રાજ્યની સત્તાને રાજાએ સ્વાધીન થવું જોઈએ એમાં કાંઈ શક નથી. અને જ્યાં સુધી એ સત્તા ઈન્સાફના ધોરણે ચલાવાય છે ત્યાં સુધી તે સત્તાને ટેકો આપવામાં આ સભાના કોઈ પણ સભાસદથી હું ઉતરું તેમ નથી. પ્રથમથી જ આપણે આ રાજાની સાથે જે કરાર કર્યો છે અને જે કરાર આપણ એના સંબંધનું મુખ્ય ધારણ છે તેની બહાર જઈને આપણી માંગણીમાં કંઈ પણ વધારો કરવાને આપણે હક છે કે નહિ તેની જ મને શંકા હતી. જે ચક્રવર્તી સત્તાની મરજી મુજબ આ માગણીઓ વધારવાની હોય તો માંડલિક રાજાને કંઈ હકજ નથી, તેને કઈ મિલક્ત પણ નથી, અથવા તે બેમાંથી
* જુઓ સિલેકટ કમિટિને રીપોર્ટ ૧૭૮૨ પા.૪૬૦ ૪ સિલેકટ કમિટિ રિપેર્ટ ૧૮૨ પા. ૪૬૩ + સિલેકટ કમિટિને રિપોર્ટ ૧૭૮૨ ૫, ૪૬૫