________________
૬
પ્રકરણ ૨ જુ.
વામાં આવે, જે પોતાની જમીન પોતાના હાથમાં રાખવાના ઇરાદાથી જમા વધારીને ઈજારદાર તરીકે રાખે છે, અને જે વખતસર નાણાં આપવામાં કસુર થાય છે, તેમની જમીન ઉપર સરકારી વહીવટદાર, મેનેજરે પરાણે રાખવામાં આવે, અને તેઓ ખેડુતને લુંટી ખાય, દુઃખ કરે અને વસતિ ઉજજડ થઈ જાય. પરંતુ આટલું બધું દબાણ છતાં જમીનની મહેસુલ આવી શકી નહિ. અને બંગાળાની ખેડવાણ જમીનના ત્રીજા ભાગ ઉપર ઝાડવાં ઉગી ગયાં.
રાણી ભવાનીના પુત્ર પ્રાકૃષ્ણ બીજી અરજીઓ કરી, અને તે બાબત ઉપર ઘણા વિચારો થયા. ફિલિપ કાન્સિસ યુરોપિયન ગ્રહર વાણુયાના કે બીજા કે દેશી મુનીમને નામે ઇજારા લે તેનાથી વિરૂદ્ધ હતું. તે કહે કે –
દેશ સ્વદેશીઓનો છે, પૂર્વના વિજેતાઓ જમીન ઉપર જમા લઇને સંતવ માનતા. પ્રાચીન રીવાજોને ઠેકાણે જે જે નવી રીતે દાખલ કરવામાં આવી તેથી નાશકારક પરિણામ આવ્યાં છે; કારણ કે હું જાણું છું કે બંગાળી અને અને બહારની જમીનના બે ભાગ (બે તૃતીયાંશ ) કેવળ ઉજજડ થઈ ગયાં છે. બીકણ હિંદુ, જે જુલમની રિહામે થવાની તેનામાં શકિત નથી, તેનાથી ડરીને નાસે છે.”
આખરે રાજ્યસભાએ સને ૧૭૭૫માં વધુ મતે ઠરાવ કર્યો કે દુર્લભરાયને રાજશાઈના ઈજારામાંથી મુક્ત કર. અને રાણી ભવાનીને પિતાની જમીનનો ઈજા પાછો સોંપવો. હેસ્ટિંગ્સને આ ઠરાવ બરાબર પસંદ પડશે નહિ. બં ગાળાના પ્રાચીન ખાનદાનોના હક તે કદી સમજી શક્યો નહિ. ઈન્સરદાર અને હરાજીમાં ખરીદનાર જે વર્ગ તેની સખ્ત અને પ્રતિકૂળ પદ્ધતિમાં ઉત્પન્ન થશે હતું, તેને ટેકો આપવાને તે કદી ચૂકતે નહિ. વૈરન હેસ્ટિંગ્સના વાણીયા કાન્તબાબુ સારૂ એક જાગીર ઉભી કરવા માટે રાજશાઇની જાગીરમાંથી મોટા મોટા ટુકડા કાપી કહાયા.
પણુ-આ ત્રાસદાયક અને વર્ષોવર્ષ ફરતી મહેસુલ પદ્ધતિનાંનુકશાને, લગભગ તમામ મહેસુલ દેશમાંથી બહાર વહી જતી હતી તેને લીધે, વધારે ગંભીર