________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
કહ્યામાં વિશ્વાસ ન રાખીને તેમણે મારા રહેવાના મકાનમાંથી મારી કચેરીને કબજો લઈ લીધો, મોટી સીલ લઈ ગયા અને દુર્લભરાયને મારી પાસેથી લેક પાસેથી નાણાં ઉઘરાવવા સારૂ રાખ્યા.
પછી મારા ઘરની આસપાસ ચોકી મુકી મારી મીલકત કેટલી છે તેની તમામ તપાસ કરી. ઇજારદાર અને જમીનદાર તરીકે મેં જે વસુલાત કરી હતી તે મારી પાસેથી ઉઠાવી ગયા, જે નાણું મેં કરજે કહાવ્યાં હતાં તે અને મારી માસિક ખરચીનાં નાણાં પણ રહેવા દીધાં નહિ, અને એમ કરીને ૨૨૫૮૬૭૪ રૂપીઆ એકઠા કર્યા.
સં. ૧૨૮૧ (સને ૧૭૭૪) ના વરસમાં મારા આખા દેશને દુર્લભરાયને ૨૨૨૭૮૨૪ રૂપીઆને માટે ઈજારો આપો, અને મારી પાસેથી તમામ સત્તા લઈ લીધી. દુર્લભરાય, અને હલકી જાતને પ્રાબસ, એ બેએ મળીને દેશ ઉપર કરનો બોજો વધાર્યો. જે ખેડુત છોડીને ચાલ્યા ગયા તે બદલનું નુકશાન નવા ખેડુતો પાસેથી લેવાનું ઠરાવ્યું. આ બંને જણાઓ નજરમાં આવે તેવા હુકમ કહાડે, રૈયત પાસેથી સર્વસ્વ, બીના દાણું અને ખેતીના બળદ સુદ્ધાંત, લઈ લે, અને તેથી મારો દેશ વસતિ વિનાને અને પાયમાલ થઈ ગયો છે. હું એક જુની જમીનદાર છું, મારો દેશ લુંટાય છે અને રૈયતની ફરીયાદોને સુમાર નથી.
ઉપરનાં કારણોથી હું આ અરજ કરું છું કે રૂ. ૨૨૨૭૮૧૭ ની જમા જે આ વર્ષે આપવાની કરી છે અને જે દુર્લભરાય આપવાના છે તે હું આપવા તૈયાર છું. અને હું સરકારને નુકસાન ન થાય અને આ રકમ વખતસર અપાય તેને માટે કાળજી રાખવા બંધાઉં છું.”
આ ઉતારા, દેશમાં આ વખતે શું ચાલતું હતું તેને ચિતાર આપવા સારૂ અગત્યના છે. જુના જમીનદારો જે હરાજીમાં માગણી કરનારાઓની સરસાએ ન ઉભા રહે તો તેમને તેમના બાપદાદાની જમીનદારીમાંથી કહાડી મુક