________________
१४
પ્રકરણ ૨ જું.
રહે છે અને ૧૭૭૪ ની ૧૫ મી માર્ચ એવી મતલબનો પત્ર રાષ્ટ્ર ભવાનીને લખવાનો ઠરાવ થયો કે- તમે તમારી પાસેથી માસ આખર લેણી નીકળતી જમા, ફાગણની ૨૦ મી સુધીમાં નહીં આપે તે તમારી પાસેથી તે જમીનદારી લેવાની અને સરકાર સાથેની સરતે પાળવામાં વધારે ખબરદાર માણસને તમારી તે જાગીર સોંપવાની જરૂર પડશે.” ૧૭૭૪ ના ઓકટોબરની ૧૮ મી તારીખે, લખેલા એક બીજા પત્રમાં લખેલું છે કે “ ગવર્નર જનરલ એના ઇજારાની અને જમીનદારીની જમીનનો એનો કબજો અને એના તમામ હક છેડાવવાનો અને જીવે ત્યાં સુધી એને દર મહીને રૂ. ૪૦૦૦ નું સાલીયાણું બાંધી આપવાને, ઠરાવ કર્યો છે.”
આ વૃદ્ધ રાણી સાહેબે આ ફજેતી અને નુકશાનમાંથી બચવાને માટે જે અરજે કરી છે તેમાંની કેટલીક અસાધારણ આદ્રતાવાળી છે. એક અરજીમાં એ ૧૭૭૨ ના પાંચ વર્ષ પટા પછી પોતાની જાગીરનો ઈતિહાસ આપે છે, અને તેમાં સરકારે નીમેલા ઇજારદાર દુર્લભરાયે વર્તાવેલા ત્રાસની અને તેને પરિ. મે વસતિ ઉજજડ થઈ ગયાની વાતનું ચિત્ર આપ્યું છે.
સને ૧૧૭૯ (ઇ. ૧૭૭૨ ) માં સરકારના અંગ્રેજોએ મારી તમામ જમીનના જુના કરો એકત્ર કરી દીધા અને જીલ્લાદારી માથોટ અને બીજા કાળે ભવે લેવાના પરચુરણ હકકે કાયમ કર્યા–હું એક જુની જમીનદાર છું. અને મારી રમતનું દુઃખ મારાથી જોઇ શકાયું નહીં; તેથી મેં ઇજારે લેવાનું કબૂલ કર્યું. મેં તરત જ દેશમાં તપાસ કરી અને ખબર પડી કે સાંથ આપવા જેટલું સત્વ દેશમાં નથી.
૧૭૭૩ ના ભાદ્રપદમાં રેલ આવવાથી રૈયતની જમીન બળાઈ ગઈ અને મલ હાથમાં આવી શક્યો નહીં. હું જમીનદાર હોવાથી, યિતને પાયમાલીમાંથી બચાવવાની મારી ફરજ હતી, અને સાથનાં નાણાંની ખમત કરીને મારાથી એમને જેટલો કર આપી શકાય એટલો આપે, અને અંગ્રેજ ગૃહસ્થને વિનંતિ કરી કે તેઓ મને પણ ખમત કરે; પણ તે પ્રમાણે મારા