________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
બાકી, બર્દવાન ઉપર બહુ ભારે જમા નાખવામાં આવી. મહેસુલસભાનો દીવાન ગંગા ગોવિંદસિંગ બર્દવાનના રાજ્ય કુટુંબને મિત્ર ન હતો; અને તેણે બંગાળાની કેઈપણ જુની જમીનદારી કરતાં પ્રમાણમાં બર્દવાન ઉપર ભારે જમા ચટાડી. ઘણા દશકા સુધી બર્દવાનને આનાથી કષ્ટ પડવું અને બર્દવાનના રાજાઓ, જેઓ પુરી રાજ્યસત્તા ભોગવતા, જેમણે મરાઠા સામે બંગાળાના જુના નવાબને મદદ કરી હતી, તેઓને આ નવા ધણી ની જમા ભરવી મુશ્કેલ પડી. જમીનદારની જવાબદારીને હિસ્સો માથે રાખવાની શરતેથી નવા સ્થાયી પટા કરવાથી આ કુટુંબનો પાયમાલીમાંથી બચાવ થયે; પણ અત્યાર સુધી બર્દવાનની જાગીર બંગાળાની બીજી મટી જાગીરોના પ્રમાણમાં વધારે જમા આપે છે.
રાજશાઈ જાગીર પણ સર્વથી વધારે ગંભીર બનાવ રાજશાઈની પવિત્ર રાણી ભવાનીને છે. લાસીના યુદ્ધ પહેલાં એની જાગીરમાં ઉત્તર બંગાળાને આખા ભાગનો સમાવેશ થતો હતો. તેણે મુસલમાન સત્તાનો ઉદય અને અસ્ત અને અંગ્રેજી સત્તાનો ઉદય અને વિસ્તાર પિતાની નજરે જોયા હતા. રાજ્યવ્યવસ્થામાં હિંદુ સ્ત્રીઓની બુદ્ધિ અને ચાલાકી કેવી છે એનું એ સ્પષ્ટ ઉદાહરણ છે. એની પવિત્ર જીદગી અને બેહદ ભલાઈએ બંગાળામાં એનું નામ ઘર ઘર પ્રસિદ્ધ કર્યું છે. આજે પણ એનો ઇતિહાસ હિંદુ બાળકો વાંચે છે, અને હિંદનાં સ્ત્રીરમાં એની ગણતરી થાય છે.
વોરન હેસ્ટિંગ્સની નવી મહેસુલપદ્ધતિ અને ૧૭૭૨ ના પાંચ વર્ષના બંદેબસ્તને પરિણામે બંગાળાની બધી જાગીરોને થએલાં નુકશાન, રાજશાઈની જાગીરને પણ પહોંચ્યાં હતાં. ૧૭૭૩ ના ૩૧ મી ડિસેમ્બરના પત્રમાં ગવર્નર જનરલ લખે છે કે રાજશાઈનાં રાણે ભવાની જમા આપવામાં બહુ પછાત