________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૫૫ કે ન્યાયને કારભાર પોતાના હાથમાં લીધો નહિ. મુર્શીદાબાદને મુસલમાન અમલદાર બંગાળામાં મહેસુલ ઉઘરાવ્યે જતો, અને નવાબના રાજ્યનો બ્રિટિશ રેસિડન્ટ તેના ઉપર દેખરેખ રાખત; સિતબરાય નામનો એક હિન્દુ સરદાર તેજ પ્રમાણે કમ્પનીના પટનાના મુનીમની દેખરેખ નીચે બીહારમાં મહેસુલની ઉઘરાત કરતા. માત્ર ચોવીસ પરગણ, બર્દવાન, મિદનાપુર અને ચિતાગાંગ, જે કમ્પનીનાં જુનાં પરગણાં હતાં ત્યાંજ કપનીના “ સનદી કરો” (Covenanted servants) વહીવટ કરતા. +
૧૭૬૯ માં કમ્પનીએ-જમીનની મહેસુલની ઉઘરાત ઉપર ન્યાયના કામમાં દેખરેખ રાખવાની સત્તા સાથે, તજવીજદાર નીમ્યા. બેવડા રાજ્યની પદ્ધતિ સારી નીવડી નહિ. જમીનના ખરા રાજાઓ-(અંગ્રેજો) હિંદુ અને મુસલમાન ઉઘરાતદારોને આગળ કરીને ઉઘરાત લેતા પણ તેમને રાજા તરીકે જવાબદારીની લાગણી નહતી. હિંદુ અને મુસલમાન અમલદારે પિતે કમ્પનીના ગુમાસ્તાઓ છે એમજ માનતા, અને તેથી રાજા તરીકેની જવાબદારી તેઓ ધારણ કરી શકતા નહિ. લોકોને ઉપર બને જુલમ કરતા, તેમનું રક્ષણ કોઈ કરતું નહોતું. તજવીજદારોએ ૧૭૬૮ માં જે તજવીજ કરી, તે ઉપરથી જણાયું હતું કે રાજ્ય વહીવટ અત્યંત આવ્યસ્થિત દશામાં હતો ઉઘરાતદારે તેમને ઠીક પડે તેટલું જમીનદાર પાસેથી પડાવે, જમીનદારને પિતાની નીચેના બધાને છૂટથી લૂટવાદે, અને ઉઘરાતદારો પણ પિતાનો વારો આવે ત્યારે તેમને લૂંટવાને હક રાખીને લૂટે; ન્યાયના વહીવટને સંબંધમાં નિયમિત પ્રવાહ તો બધેજ અટકેલો; પણ જેના કાંડામાં પિતાના નિર્ણયને અમલમાં મૂકવાનું જોર હોય તેના હાથમાં ન્યાય; ટુંકામાં, જેના હાથમાં જેર તેના હાથમાં ન્યાય.
+ કાઉન્સિલ અને તેના પ્રમુખનો પત્ર તા. ૩ નવેમ્બર ૧૭૭૨.