________________
૫૬
પ્રકરણ ૨ જુ.
૧૭૭૨ માં રાજ્ય વહીવટ બ્રિટિશ અમલદારોના હાથમાં મૂકવાનો નિશ્ચય થયો. ગવર્નર વૈરન હેસ્ટિંગ્સ અને બીજા ચાર સભાસદેની એક કમિટી થઈ અને મહેસુલ તથા ન્યાયખાતાને બંદોબસ્ત કરવાનું શરૂ કર્યું. તીજોરી અને હીસાબીખાતું મુર્શિદાબાદથી કલકત્તે લઈ આવ્યા; અને ગવર્નર અને તેની સભાની બનેલી એક મહેસુલ સભાને સ્વાધીન કર્યું. પ્રાંતિક યુરોપીયન તજવીજદાર–જેમને હવે કલેકટર–એવું નામ આપવામાં આવ્યું, તેમને મહેસુલ ઉઘરાવવાને હક આપે; જમીનની મહેસુલને પાંચ વર્ષનો બંદેબસ્ત જમીનદારો સાથે કર્યો; અને મહેસુલસભાના ચાર બીજા દરજજાના અમલદારો આ વ્યવસ્થા અમલમાં મૂક્વા સારૂ પ્રાંતમાં ફરવા નીકળ્યા. ઇન્સાફના કામને માટે દરેક જીલ્લામાં એક દીવાની અને એક ફોજદારી ન્યાય સભા સ્થાપી દીવાની સભામાં કલેક્ટરને પ્રમુખ નીમ્યા, અને કેજદારી સભામાં બે મિાલવીની મદદથી એક મુસલમાન કાઝી ઇન્સાફ કરે અને કલેકટર તેના ઉપર ધ્યાન આપે, એવી યોજના કરી. આ દીવાની અને ફોજદારી ન્યાયસભાઓ ઉપર કલકત્તામાં ઊંચા દરજજાની ન્યાયસભાઓ રૂબરૂ અપીલ થઈ શકે. પિલિસની એક નવી પદ્ધતિ દાખલ કરી; બંગાળાના ચાદ જીલ્લાઓમાં ફોજદારના હોદાથી ચંદ દેશી અમલદારોને નીમ્યા; અને મહેસુલી અને ન્યાયખાતાના અમલદારોને માર્ગ બતાવવા સારૂ કાયદાઓ કરીને સ્વદેશી ભાષાઓમાં છપાવીને પ્રસિદ્ધ કર્યા આ બધા જુદા જુદા સુધારા વૈરન હેસ્ટિંગ્સની શક્તિની મહત્તાની સાખ્ય પૂરે છે. પણ લેક ઉપર અવિશ્વાસ રૂ૫ બ્રિટિશ વહીવટની જે ખામી હજી સુધી ચાલી આવે છે તે પણ તે દેખાડી આપે છે. અઢારમા સૈકામાં જેમ કમ્પનીના નોકરો રૂશ્વતીઆ અને લોભી હતા તેમ હિંદુ અને મુસલમાન અમલદારો પણ રૂશ્વતીઓ અને લેભી હતા. હેસ્ટિંગ્સ અને તેની પછી આવનાર કોર્નલિસે, તેમના ઉપર વિશ્વાસ અને જવાબદારી નાંખીને અને તેમના કામ માટે લાયક પગાર આપીને બ્રિટિશ નોકરને પ્રામાણિક કરવાના યત્ન કર્યા. પણ હિંદુ અને