________________
પ્રકરણ ૨ જું.
ડના વણકરને ઉત્તેજન આપવા સારૂ, બંગાળાના વણકરોને દાબી દેવાને બુદ્ધિપુરઃસર યત્ન કરવામાં, કપનીની નવી સત્તાનો દુરુપયોગ કર્યો. ૧૭૬૮ ના ૧૭ મી માર્ચના તેમના પત્રમાં તેઓ લખે છે કે, “બંગાળામાં કાચું રેશમ પેદા કરવાનું ઉત્તેજન આપવું, અને રેશમને માલ બનતો જેમ બને તેમ અટકાવ.” તેમણે એવી પણ ભલામણ કરી કે “રેશમના વણનારાઓને આપણાં કારખાનામાં કામ કરવાની ફરજ પાડવી; અને પિતાના પદરથી પિતાના ઘરમાં કામ કરતાં અટકાવવાં ઝ”
આ નિયમથી ઘણો ફાયદો થયેલ છે. તેથી ખાસ કરીને વીંટનારાઓ જેઓ પહેલાં પિતાના ઘરમાં કામ કરતા, તેઓ હવે આપણું કારખાનામાં કામ કરવા આવવા લાગ્યા છે. આ વીંટનારાઓને એમને ઘેર કામ કરવા દેવાં નહિ, તેમ કરવા કરતાં વધારે સારૂં તે એ છે કે વીંટવાનું કામ કરતાં જ તેમને બંધ કરવાં; અને હવે સરકારની સત્તાથી સર્વથા અટકાયત કરીને અને નહીં માનનારને સખ્ત શિક્ષા ઠરાવીને–તે તદન બંધ કરવાનું બરાબર બની શકશે.”
ખાસ કમિટી લખે છે કે–આ પત્રમાં બળ અને ઉત્તેજનની સજજડ યુક્તિ બતાવવામાં આવી છે. અને ખરેખર તેથી બંગાળાનો ઉગ ઘણે અંશે નાશ થવો જોઈએ. તેની અસરથી તે દેશનું આખું ઔઘોગિક સ્વરૂપજ ફરી જશે અને હિન્દ, ગ્રેટ બ્રિટનના ઉદ્યોગના ઉપયોગ સારૂ કાચો માલ પેદા કરવાનું એક ખેતર બનશે.”
આપણે જેમ જેમ આગળ જતા જઈશું તેમ તેમ જોઈશું કે પચાસ વર્ષ અને તેથી પણ વધારે મુદત સુધી આપણા દેશ તરફ ઇંગ્લંડની આ નિયતા નીતિ હતી; આમની સભા રૂબરૂ તેનું સ્પષ્ટ વિવેચન કરવામાં આવતું, અને ૧૮૩૩ અને તે પછીનાં વર્ષોમાં ઉત્સાહભેર અમલમાં મૂકાતી; તેથી
x હાઉસ ઓફ કોમન્સની સિલેક્ટ કમિટીને ઇન્ડિયાની ન્યાય વ્યવસ્થા ઉપર નવમો રિપોર્ટ ૧૭૮૩; એ. ૩૭.
* નવમે રિપોર્ટ ૧૭૮૩; પા. ૬૪,