________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૪૩
ખરી કિંમતના કરતાં વધારે માગણી આપી ચૂક્યા, ત્યારે આ નવા માણ સાએ તરત કબજે લેવાની દાનતે, તે માગણીઓને પણ વધારી દીધી. કારણ કે તેમને તે કંઈ ખાવાનું નહતું. આથી અસંખ્ય લુટારાઓના પંજામાં લેક આવી ગયું, અને તેમને લુંટીલુંટીને જ આ નવા ઇજારદારો પહેલા વર્ષની મહેસુલ ભરી શક્યા.''
આગળ આપણે જોઇશું કે આ નવી અને જુલમી પદ્ધતિ ૉરનહેસ્ટિંગ્સ આગળ ઉપર આખા બંગાળામાં પ્રસારી અને તેના પરિણામમાં ભારે બેદીલી, અવ્યવસ્થા અને દુઃખ પેદા થયાં. વર અને કાર્ટિયરના અમલમાં જમીનની મહેસુલ અત્યંત સખ્તાઈથી ઉઘરાવવામાં આવતી કારણ કે તેમને દરટ, ઇડ્યા કમ્પનીની માગણીઓ પૂરી પાડ્યા વિના ચાલે તેમ ન હતું.
ગવર્નર વર્લ્ડ કપનીની ધુરંધરસભા ઉપર લખે છે “આટલા સારૂ હું વારંવાર દરખાસ્ત કરી ચૂક્યો છું તે પ્રમાણે, જ્યારે એમની જમીન આપણા વહીવટમાં આવે ત્યારે ઘણાંખરાં પરગણાઓની મહેસુલ આપણે કમી કરી નાંખવી એ બહુ જરૂરનું છે. કારણ કે તેમ કરવાથી ખેતીમાં સુધારા વધારા કરવાનું લોકને ઉત્તેજન મળશે. હું આપની મહેસુલની સર્વ શાખાઓના અને આપના મુલકનાં સર્વ પરગણાંઓને ઓગણીસ વર્ષના અનુભવ પછી બાંધેલો મારો અભિપ્રાય, આપની રજાથી, જાહેર કરું છું કે આપની મહેસુલમાં કંઈપણ વાસ્તવિક વધારે કરવાનું અત્યંત મુશ્કેલ છે.”
અનન્યાધિકાર અને વિનિગ્રહની રાજ્યપદ્ધતિમાં વેપાર અને ઉદ્યોગ પણ ઘટી ગયા. પ્રથમ કમ્પનીના ધુરંધરમંડળે પિતાના નેકરોને અટકાવવાનો યત્ન કર્યો હતો, પણ હવે તે તેઓએ પિતેજ વધારે ગંભીર સાહસ કર્યું. બ્રિટિશ વણકરોને બંગાળાના વણકરોની ઇર્ષ્યા થઈ અને તેમણે, ઈંગ્લે
* View of the Rise &c. of the English Government in Bengal; by Harry Verelst Late Governor of Bengal. London P. 70.
+ વર્ટન પત્ર કોર્ટ ઓફ ડિરેકટર ઉપર ૧૭૬૮,