________________
૪૦
પ્રકરણ ૨ જું.
વિલિયમની રાજ્યસભા તરીકે, તમને, એટલે વિલિયમ બ્રાઈટ વેલ સમનર, હેનિંરાલ્ફ લેસ્ટર, અને જોર્જ ગ્રે, અને બીજા ભાગદાર જે આ એકહથ્થા સહિયારો વેપાર ચલાવવાને હકદાર હોય કે હવે પછી થાય, તેમને અથવા તેમના વારસ વાલી અને વકીલેને સારી અને ખરી રીતે, ઇજામાંથી બચાવીશું, અને નુકશાન થશે તે ભરી આપીશું; અને તે પ્રમાણે કરવા અમે બંધાઈએ છીએ; અને ઉપર કહ્યા તેવા કઈ પણ, આ કરારની વિરૂદ્ધ હુકમ નીકળશે કે તેવી સૂચના થશે તે છતાં અમે એક વર્ષને માટે ઉપરનો એક સહિયારે વેપાર ચાલતું રાખીશું, ચલાવીશું અને ચલાવવા ફરજ પાડીશું; અથવા ચાલતે રખાવીશું ચલાવરાવીશું, અને ચલાવવા ફરજ પડાવીશું, અને તેમ કરવા આ ઉપરથી બંધાઈએ છીએ.”
લોર્ડ કલાઈવને ૩૦ મી સપ્ટેમ્બરને પત્ર મળ્યા પછી કમ્પનીના કાર્યાધ્યક્ષોની સભાએ કલકત્તાની કમિટીને ૧૭ મી મે ૧૭૬ ૬ ની તારીખનો જવાબ લખ્યું અને તેની સાથે લોર્ડ કલાઇવને એક ખાનગી પત્ર લખ્યું. કાર્યાધ્યક્ષ સભાએ લૈર્ડ કલાઇવન એની મોટી સેવાને માટે આર્ટ શબ્દોમાં ઉપકાર માન્ય; અને બંગાળ, બિહાર અને ઓરિસાની દિવાનીને અંગીકાર કર્યો. પણ સભાને માટે ઘણું માનપ્રદ છે કે તેણે ઑર્ડ કલાઇવે ઘડી કહાડેલી આંતર વેપારની યોજના રદ કરી, લખે છે કે –
પિશાક તરીકે જે જે રકમ લીધી છે તેના સંબંધમાં અમારા વિચારે ખાસ કમિટીના અમારા પત્રમાં અમે બતાવ્યા છે, અને અમે આટલું ઉમેરવાની જરૂર ધારીએ છીએ કે વેપારમાં જે પુષ્કળ સંપત્તિ સંપાદન કરી છે તે કોઈ પણ દેશકાળમાં નહિ જાણેલી એવી જુલમ અને ત્રાસની પદ્ધતિ થી થયેલી છે. આ બાબતમાં અમારા વિચારો અને હુકમે અમે આ વાત જાણી ત્યારથી એક સરખા છે. અને આ વેપારમાં જે ત્રાસદાયક જુલમે થયા છે તેને અનુભવ થયા પછી કમિટીના રજકામમાં નેધેલી સંકુચિત અને વ્યવસ્થિત રીતે પણ વેપાર ચલાવવાની બાબતમાં અમે અનુમોદન આપે