________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૯
શિક્ષણ આપ્યું, એ બધાને માટે તેમનાં જે વખાણ કરવામાં આવે છે તે બેશક યથાર્થ છે પણ હિંદ અને ઇંગ્લંડનો નાણાં સંબંધી વ્યવહાર પ્રથમથી જ ગેરવાજબી ચાલતો આવ્યો છે; અને, આપણે દેશ બહાળી સાધન સંપત્તિવાળો છતાં, ફલકપ જમીનવાળો છતાં, ઉગશીલ વસ્તીવાળો છતાં, બ્રિટિશ રાજ્યના દોઢ વર્ષના વહીવટ પછી દુનિયામાં ગરીબમાં ગરીબ દેશ થઈ રહ્યા છે.
કમ્પનીને માટે પંદર લાખ જેટલે વાર્ષિક નફો સંપાદન કરીને પણ કલાઇવને સંતોષ ન થ હોય, તેમ, તેણે કમ્પનીના નોકરોના નફા માટે બંગાળાનો વેપાર સાચવી રાખવાને આગ્રહ કર્યો. આ ખાનગી વેપારને અંગે
તો જુલમ અટકાવવા તેણે પગલાં ભર્યા, પરંતુ કેવળ વેપારથી બંગાળાના અંગ્રેજોને ઘણો નફે આવનાર હતો તેથી કલાવે તે છોડી દે દુરસ્ત ધાર્યો નહિ. કમ્પની વિરૂદ્ધ છે એમ જાણ્યા છતાં કલાઇવ, મીઠું, સોપારી અને તંબાકુનો અંદરનો વેપાર ચલાવવાને કૃત્તનિશ્ચય હતો.
સને ૧૭૬૫ ના સપ્ટેમ્બરની ૧૮ મી તારીખે કમ્પનીના હુકમને અનાદર કરીને બીજા નોકરોની સાથે ભાગમાં જોડાઇને તેણે પતે ઉપલે વેપાર ચલાવવાનો એક દસ્તાવેજ કરી આપે. આ દસ્તાવેજમાં એક ફકરો આ પ્રમાણે છે:–
વળી એવી સરત કરીએ છીએ કે–જે ઉપર લખી ઈગ્લંડની કમ્પનીના કાર્યાધ્યક્ષની સભા એ કઈ હુકમ કહાડે અથવા કરે કે જેથી ઉપલો સહિત્યારે વેપારવણજ તેડી નાખવાને કે તદન બંધ કરવાને આજ્ઞા કે સૂચના થાય, અથવા તે વેપારવણજ કે તેના કોઈ ભાગનો વેપાર ચલાવવામાં કંઈ હરકત આવે અને તે ચાલતે બંધ થઈ જાય; અથવા જેમાં ઉપર લખ્યા દસ્તાવેજમાં નિર્દેશેલાં બતાવેલાં અથવા સમાયેલાં સર, વાક્યો, હક, નિયમો કે કરારો અથવા તેમાંના કોઈની વિરૂદ્ધ કાંઈ હોય, કે જેથી તે ગેરકાયદે અને અસર વિનાનું થઈ જાય; તે આ દસ્તાવેજમાંના અમે રોબર્ટ લોર્ડ કલાઇવ તે પ્રમુખ તરીકે અને વિલિયમ બ્રાઈટવેલ સમનર વગેરે તે, ઉપર લખી ફેર્ટ