________________
પ્રકરણ ૨ જી.
ધારણ કરવા જાય તે, ગવર્નર અને તેની સભાએ, પેતે કમ્પનીના સ ંસ્થાનના નિક્ષેપી છે અને એક વહીવટી સંસ્થાની નીચે જાહેર માલ મિલકતના વાલી છે, એવી બુદ્ધિ રાખીને અથાક મહેનત લેવી જોઈએ”
×
×
X
*
કલાવના આ શબ્દોમાં નવા યુગનાં લક્ષણે આપણને સ્પષ્ટ થાય છે. અત્યાર સુધી કમ્પની માત્ર વેપારીજ હતી અને જો કે પ્લાશીના યુદ્ધથી તે બંગાળાના વસ્તુતાએ ધણી થયા હતા તે પણ આ દિવાનીના પટાથીજ વહીવટ કરવાના કાયદેસર હક તેમને મળ્યા. આ નવું કતૅવ્ય બજાવવા સંબધી કલાવે જે દરખાસ્તા કરી હતી તે આપણે જોઇ ગયા. વહીવટ તેમજ લશ્કરી ખાતાના સુધારાતે અર્થે એણે કરેલા પ્રયત્ને માટે ઇતિહાસકારા એને જે માન આપે છે તે વાજખી છે; પણ જ્યારે તેની યાજનાનું ખાસ લક્ષણ આપણે ધ્યાનમાં લઇએ ત્યારે આપણે જોઇએ છીએ કે તે બ્રિટિશ રાજ્યકર્તાઓના સ્વાર્થને ઉદ્દેશીને ઘડાયલી છે, સ્વદેશીઓના હિતને ઉદ્દેશીને નહિ. બંગાળાને એક જાગીર તરીકે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને માટે ઉપજના એક મૂળ તરીકે લેખવામાં આવ્યું હતું. ત્રણ કરોડ માણસ પાસેથી કર ઉધરાવીને ખરચ અને સાલીયાણાં બાદ કરતાં જે વધે તે દેશના હિત માટે દેશમાં ખરચવાનું ન હતું પણ કમ્પનીના નફા તરીકે ઇંગ્લંડ મોકલાવાતું હતું. એક તાબાના મુલકમાંથી કમ્પનીના ભાગીદારા માટે વર્ષોવર્ષ પંદર લાખ પાઉડ જેટલી રકમ પરદેશ માકલવાની હતી. એક ગરીબ પ્રજા પાસેથી ઉધરાવેલી મહેસુલમાંથી દુનિયામાંની સહુથી વધારે તવંગર પ્રજા તરફ સાનાની એક સતત નદી વહેવરાવવાની તે યોજના હતી.
૩૮
આમ આપણે જોઇએ છીએ કે આપણા દેશની રાજ્યવ્યવસ્થાની પહેલીજ ચેાજનામાં આર્થિક અપવાહના આર ંભ થયા, જે અત્યારે કરેાડા પાઉંડ સુધી પહોચ્યા છે. બ્રિટિશ હથિયાર તેહમંદ થયાં, અને બ્રિટિશાએ વ્યવસ્થાસર રાજ્યપદ્ધતિ દાખલ કરી પ્રજાને શાન્તિ આપી, ન્યાય આપ્યા, પાશ્ચિમાય
* હાઉસ એફ કોમન્સની મિઢીને ત્રીજો રિપેાર્ટ ૧૯૭૩ એ ૩૯૧ થી ૩૯૮,