________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
બીનાને અસ્તિત્વમાં લાવવા હું શક્તિવાન થયો છું, તે વિચારતાં મને બહુ સ ષ થાય છે. તે બીના તે બંગાળ બિહાર અને ઓઢિયાની તમામ જમીનની દેખરેખ રાખવા અને તેની તમામ મહેસુલ ઉઘરાવવાનો હક એટલે દિવાનીનું સંપા દન. મેઘલ બાદશાહને આપણે નાણુની અને માણસની જે મદદ વખતો વખત કરી હતી તેના બદલામાં આ હક આપણને આપવામાં એમણે નાર લગાડી નહિ. અને તે કામ આપણને સંતોષ થાય તેવીજ રીતે પાર ઉતાર્યું છે. નવાબને માન મરતબો અને તેની સત્તાને નભાવને માટે જે સાલીયાણું આપવું પડે છે અને મેઘલ બાદશાહની જમાબંદી નિયમસર આપણે આપવી; તે સિવાય જે વધારો રહે તે કમ્પનીને. આ કમાણીથી આપની તમામ ઉપજ અઢી કરોડ જેટલી થશે. અને તેમાં વખતે વીસ ત્રીસ લાખને પણ વધારો થશે. આપનું વહીવટ તથા લશ્કરી ખરચ શાન્તિના વખતમાં સાઠ લાખથી વધારે નથી. નવાબનું સાલીયાણું ઘટાડીને ચાળીસ લાખ કર્યું છે. મોઘલ બાદશાહની જમાબંદીના છવીસ લાખ છે એટલે આપણે એક કરોડ ને બાવીસ લાખ રૂપીઆ અથવા સેળ લાખ પચાસ હજાર નવસે પાઉંડ જેટલો ચોખો વધારો રહેશે.
૧૬. હિંદુસ્તાનમાં પગ મૂકે તે વખતથી આપના તમામ નેકરને પિતાનું ખરચ બરાબર કાઢી શકે એટલો પગાર આપ, અને જેમ જેમ તેમની પાયરી ચઢતી જાય તેમ તેમ તેમાં વધારે કરે. * * * નવા નિયમો પ્રમાણે વહાણમાંથી, વેપારના નવા હકોમાંથી, અને મીઠું, સેપારી અને તમાકુમાંથી જે નફો થશે તેમાંથી, જે વધારો થશે તે દ્વારા આ બાબત અમલમાં મુકવામાં અડચણ આવશે નહિ.
“૧૯. આ વહીવટી બાબત થઈ. હવે લશ્કરી બાબતમાં મારા વિચારો જણાવવાની રજા લઉં છું. અહીંયાં જે દૂષણ છે તે એ છે કે લશ્કરી સત્તાધારીઓ વહીવટી સત્તાના પ્રદેશમાં પગપેસારો કરે છે અને તેમની સત્તાથી સ્વતંત્ર થવાનો યત્ન કરે છે + + + મારે મત એ છે કે આખું લશ્કર વહીવટ સત્તાના તાબામાં જ રહેવું જોઈએ. જો કોઈ વાર લશ્કરી ખાતું ઉપરીપણું