________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૩૧ આ પ્રસંગમાં એક તેમને નિષેધ કરવાનો અને બીજો તેમને છેતરવાને એ બે માર્ગે આપણું પાસે હાજર હતા; એ બેમાંથી અજુ માર્ગ આપણે પસંદ કરે છે. ઇંગ્લંડની તીવ્ર પરીક્ષાની પદ્ધતિ દેશીઓને લાગુ પાડવી, અને પરીક્ષામાં બેસવાની ઉમરમાં હાલમાં ઘટાડો કર્યો છે તે આ કાયદાને નિરર્થક કરવાની પાકી અને પારદર્શક યુકિતઓ માત્ર જ છે. અને હું આ ખાનગીમાં લખું છું એટલે મને કહેવાને માટે કાંઈ સકેચ નથી કે અત્યાર સુધી તે ઈંગ્લેંડ અને હિંદી સરકારે “બોલવું કંઈક ને ચાલવું કંઇક” એ તહેમતને પાત્ર થવાને જે જોઈએ તે કર્યું છે, અને તેને સંતોષકારક ખુલાસો આપી શકે તેમ નથી.”
૧૮૩૭ના કાયદાની જે કલમનાં આટલી વાગ્મિતાની હાઉસ ઓફ કોમન્સમાં વખાણ થયાં હતાં, અને જે બ્રિટિશ પ્રજાએ આટલી સબળ રીતે પસંદ કર્યો હતો, તે કલમ નિરર્થક થશે એમ કોઇના ધારવામાં તે વખતે ન હતું. એથી ઉલટું તે વખતે હિંદુસ્તાનમાં કેળવણી વધારવી અને કેળવાયેલા વતનીઓને પોતાના દેશની નોકરીમાં વધતે વધતે ભાગ આપે એવી સબળ ઈચ્છા હતી. અંગ્રેજોન્યાયી થવાની ઈચ્છા રાખતા હતા, અને ભારતીય પ્રજાને મનમાં ન્યાયી અને સત્યાચરણવાળા સામાજ્યના છત્ર નીચે સમુક અને સ્વરાજ્યની ઊંચી આશાઓ આનંદ સાથે ઉત્પન્ન થઈ હતી.
આ બીના પછી ચાર વર્ષે મહારાણી વિકટોરીઆ ગાદીએ બેઠાં. આ વખતે ઇંગ્લંડન હિંદુસ્તાનનો રાજ્ય તત્ર જેવો લેકાનુરાગી અને લેક હિતેચ્છુ હતા, અને લેકનામાં તે રાજ્ય માટે એવું માન અને જેવી રાજ્યભકિત હતી તેના કરતાં વધારે બીજી કોઈ ક્ષણે બતાવી શકાય તેમ નથી. લેર્ડ વેલી, હેસ્ટિંગ્સ અને લોર્ડ એ મહેર્ટે આદરેલાં યુદ્ધ પૂરાં થઈ ગયાં હતાં અને ભૂમિમાં શાતિ પથરાઈ હતી. કાર્યભારના વહિવટની ભૂલો પણું ઘણુંખરી સુધરી ગઈ હતી. કેને, પોતાના દેશના કાર્યભારમાં કંઈક ભાગ