________________
૩૦૨
પ્રકરણ ૧૦ મું. ~~~
~~ ~ આપવામાં આવ્યું હત; મદ્રાસમાં મનના મુંબાઈમાં એલિફન્સ્ટનના અને બંગાળામાં બેટિન્કના રાજ્યોનાં શુભસ્મરણો હજી લેકના મનમાં તાજાં હતાં. હિંદુસ્તાનમાં અંગ્રેજી કેળવણીનો પ્રચાર કરવાનો નિશ્ચય થયો હતે. ઉડાઉ ખરચ કમી કરવામાં આવ્યું હતું, અને બજેટમાં વધારો દેખાયો હતો. ક્રૂર અને જુલમી જમીનની મહેસુલ ઘટાડી નાંખવામાં આવી હતી, અને ઉત્તરમાં બર્ડ અને મુંબઈમાં વિગેટ લાંબા પટાની વધારે માયાળુ જમાદી કરવામાં ગુંથાયા હતા. ઇસ્ટ ઇન્ડિડ્યા કમ્પની વેપાર કરતી બંધ થઈ અને હવેથી વહિવટને કાબુ ધરાવનાર તરીકે જ રહી. બ્રિટિશ પાર્લમેન્ટ નાત જાત કે ધર્મના તફાવત વિના લોકોને રાજ્યની ઊંચામાં ઊંચી નોકરીઓમાં દાખલ કરવાનું વચન આપ્યું હતું; એક બાળ મહારાણી બ્રિટિશ સામ્રાજ્યના સિંહાસન ઉપર આરૂઢ થયાં હતા; અને નારીજાતિની માયાળ ઉપરીપણાથી જેવી આશાઓ પૂર્વ તરફના લોકોમાં ઉત્પન્ન થાય છે તેવી ઊચી આશાઓ હિંદુસ્તાનના લોકોના મનમાં તે બનાવે ઉત્પન્ન કરી હતી.
વળી વહિવટી સુધારામાં જેમ આ સમય તેજસ્વી હતો તેમજ સાક્ષરવ્યાપારમાં પણ તેજસ્વી હતે. સાહિત્ય જ મનની જે વિશાળતા ઉત્પન કરી શકે છે તે વિશાળતા મેકેલેએ હિંદુસ્તાનમાં દાખલ કરી હતી. હેરેસ હેમેન વિલ્સન આરંભમાં એક પ્રખ્યાત પ્રાચ્યવિદ્યાનિપુણ પંડિત હતા, અને પાછળથી પ્રસિદ્ધ ઇતિહાસકાર થયો. એલિફન્સ્ટન પણ એક વિદ્વાન હતો અને પિતાનો “હિંદુસ્તાનનો ઇતિહાસ” પ્રસિદ્ધ કરવાની તૈયારીમાં હતો. બ્રિગ્સ પિતાનું “જમીન મહેસુલ” ઉપરનું મહાન પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું, અને તે ફેરીસ્તાને નામી તરજુમો તૈયાર કરતો હતો. કર્નલ ટોડ જે અનુરાગમાં લગભગ રજપૂત જ હતો, તેણે રાજસ્થાનને કરિપતકથાના કરતાં પણ વધારે હૃદયસ્પર્શી અને ચિત્તાકર્ષક એક રજપૂતનો ઈતિહાસ લખ્યો. ગ્રાન્ટ ડફ મરાઠાના સ્કૃતિહાસનું અચળ મૂલ્યવાળું મોટું પુસ્તક રચતા હતા. આ વખતે હિંદુસ્તાનમાં આવેલા જે સાહિત્યપરાયણતા અને સાક્ષરતા બતાવી હતી તેવી કદી