________________
* ૩૮૦
પ્રકરણ ૧૦ મ.
કર્યો હતો તેમને એક આખી પ્રજાને ઊંચા અધિકારમાંથી બાતલ કરવાનું ગમતું ન હતું; એક તાબાની પ્રજાની સાથે પણ ન્યાયથી વર્તવું એ સમગ્ર સાચા સુધારકોનો તેમજ બ્રિટિશ ટાપુઓની વસ્તિનો વિચાર હત; અને ઉપર જે કલમ આપણે ટાંકી છે તે તે વખતના જીવનતત્વનું જ પરિણામ હતું, હિંદુસ્તાનને માટે બ્રિટિશ પ્રજાની ઈષ્ટ નીતિનું દૃશ્ય સ્વરૂપ હતું. ' તે પછીના શીર વર્ષમાં તેજ ડહાપણભરી અને ઉદાર નીતિ એકસરખી રીતે ચાલી હતી તે હિંદુસ્તાન અત્યારે ઘણું સુખી હેત. જે વસ્તિને રાજ્ય વહિવટમાં યોગ્ય ભાગ આપ્યા હતા તે બ્રિટિશ સામ્રાજ્ય આજ વધારે ( જોકપ્રિય અને વધારે ફતેહમંદ હેત. અને હિંદુસ્તાનની રાજકીય ઉપજને મેટો
ભાગ લેકોના વેપાર ઉદ્યોગને ફલિત કરવા સારૂ પાછો લેકોમાં જ વહેંચાયો હત તે લેકેની આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હોત. પણ જે દેશમાં લોકોને કાંઈ હક નથી તે દેશમાં અન્યાધિકારને નાશ પામતાં વાર લાગે છે; અને આ શીત્તેર વર્ષમાં મેકોલે જેને “ડાહી, પરહિતેચ્છું અને અમીરી” કલમ કહે છે તેને વાસ્તવિક રીતે બાજુ ઉપર રાખવામાં આવી છે.
આ કલમ ઘડાયા પછી પચાસ વર્ષે હિંદુસ્તાનના એક હાઇસરોય લખે છે કેઃ-ઉપરનો કાયદે પસાર થતાની સાથેજ સરકાર તેને પરિપૂર્ણ કરવાનું બાજુ ઉપર રાખવાની ભારે જનાઓ કરવા લાગી. આ કાયદે, જે, કેળવાચલા વર્ગની વૃદ્ધિના ઉપાય બતાવે છે પણ જેમના વિદ્યમાન વર્ગની ઇચ્છાઓને પરિપૂર્ણ કરવાની જેનામાં શક્તિ નથી, તેને હમેશા વધતા જતા કેળવાયેલા વર્ગ ગેખી રાખ્યો છે ને હૃદયમાં જડી રાખ્યો છે; તે કાયદા પ્રમાણે
કેબિનેટે નોકરોને માટે બેટી મુકેલી જગામાંથી કોઈ પણ જગા ઉપર કોઈ દેશી દાખલ થયો તો પછી તે નોકરીની ઊંચામાં ઊંચી જગા ઉપર જવાની આશા વાજબી નિયમો પ્રમાણે રાખવાને હકદાર થાય છે. આપણે બધા જાણીએ છીએ કે આ દવે અને આ આશા કદી પરિપૂર્ણ થવાનાં નથી,