________________
પ્રકરણ ૨ જું. વાની પણ શક્તિ ધરાવતા નથી. મહેસુલ ન આપવાથી વસુલાતી અધિકારીઓ તેમના ઉપર જુલમ કરે છે, અને ઘણીવાર તો આ ગીધોએ તેમને જમીનની મહેસુલ આપવા સારૂ પિતાનાં છોકરાં વેચવાની અથવા બીજી રીતે દેશ છોડીને નાસી જવાની ફરજ પાડી છે.”
આટલા ઉતારા બસ છે.
અંગ્રેજ ગવર્નર, અંગ્રેજ કાઉન્સીલના સભાસદ, અંગ્રેજ વેપારી, નવાબની ખુદની ફરિયાદો અને એક મુસલમાન ઇતિહાસકારના લેખેમાંથી આ ઉતારા લીધા છે અને આ બધા જુદા જુદા સ્થળોમાંથી એકજ શેકવાર્તા ખડી થાય છે. બંગાળાના લોકોને જુલમનો અનુભવ હતો પણ તેઓ આવા, ગામે ગામે અને ઝુંપડે ઝુંપડે અને સાથે સાથે પહોંચે એવા જુલમ નીચે કોઈ દિવસ રહ્યા નહતા. સત્તાધીશોનાં આપખુદી કૃત્યોને પણ તેમને અનુભવ હતો પણ તેમના વેપાર, ઉદ્યોગ અને જીવનને આવી રીતે ધક પહોચાડનાર વ્યવસ્થિત પદ્ધતિનાં દુઃખ તેમણે પહેલાં કદી જોયાં હતાં એમના ઉદ્યોગને ઝરા બંધ થઈ ગયા, એમની લક્ષ્મીનાં મૂળ સુકાઈ ગયાં.
વાન્સિટાર્ટ અને હેસ્ટિંગ્સ, બંગાળામાં બે અંગ્રેજો આ અનિષ્ટતાને છેડો લાવવાને મથતા હતા. તે વાન્સિટાર્ટ અને હેસ્ટિંગ્સ. તેઓ નવાબ મીરકાસમને મળી ઘરમેળે સમાધાન કરવા સારૂ માંધીર આવ્યા. મીરકાસમ સ્વછંદી રાજા હતો. તેની પણ બુદ્ધિ સ્વચ્છ હતી. પોતે બલવાન અને સ્વછંદી હોવાનો તે પુરા તેણે આપ્યો હતો; પણ કમ્પનીની સામે પોતાની અશકિત તે સમજતો હતો અને વાસિટાર્ટ અને હેસ્ટિંગ્સ એ બેનેજ પિતાના મિત્રો માનતો હતો. જે બાબતેમાં છૂટ મૂકવાની માગણી કરવામાં આવી તે છૂટો તેણે મૂકી અને ત્રણે જણું સમાધાની ઉપર આવ્યા તે આ પ્રમાણે –