________________
૨૭
બ્રિટિશ હિંદુસ્તાતને આર્થિક ઈતિહાસ. કિસ્મતે આપીશું એવા દસ્તાવેજ કરાવી લે છે; અને થોડાક પૈસા અગાઉથી આપે છે. ગરીબ બીચારા વણકરની કબુલાત કંઈ જરૂરની ગણાતી નથી. કારણ કે, જ્યારે ગુમાસ્તા કમ્પનીના નામથી આવે છે ત્યારે પિતાની મરજી પ્રમાણે વણકર પાસે લખાવી લે છે, અને જે વણકરે પૈસા લેવાની ના પાડે તે તેમના લુગડાને છેડે પૈસા બાંધવામાં આવે છે અને પછી માર મારીને તેમને ઘેર એકલી દેવામાં આવે છે. આમાંના કેટલાક વણકરોનાં નામ કમ્પનીના ગુમાસ્તાનાં પત્રકમાં દાખલ કરવામાં આવેલાં છે, અને તેમને બીજા કોઈને માટે કામ કરવા દેતા નથી, એટલું જ નહિ પણ જેમ ગુલામ હોય તેમ એક ગુમાસ્તાના પત્રકમાંથી બીજા ગુમાસ્તાના પત્રકમાં તેમની બદલીઓ થાય છે અને ઉત્તરોત્તર તેમને નવા નવા ગુમાસ્તાની લુચ્ચાઈ અને જુલમને તાબે થવું પડે છે. આ ખાતામાં જે લુચ્ચાઈ ચાલે છે તે કલ્પી પણ શકાતી નથી. પણ બધાને છેડે બીચારા વણકરને દગો દેવામાં આવે છે. કારણ કે નીમવાનદારોની સાથે સંપ કરીને કમ્પનીના ગુમાસ્તાઓ માલની જે કિમત કરાવે છે કે જાહેર બજાર ભાવ કરતાં ૧૫ થી ૪૦ ટકા જેટલી ઓછી હોય છે. વળી કમ્પનીના આડતીઆઓ જે વણકર કરાર પ્રમાણે માલ પૂરો ન પાડી શકે તેમની ઘરવખરી માલ મતા વિગેરે જપ્ત કરે છે અને બેટ પૂરી કરવા સારૂ હરાજી કરાવે છે, અને કાચા રેશમના કકડાં કરનારાઓ ઉપર કેટલેક ઠેકાણે એવા જુલમ થાય છે કે કેટલાકે તે પોતાના અંગુઠા કાપી નાંખ્યા છે તે એટલા સારૂ કે તેમના ઉપર કોકડાં કરવા માટે જુલમ ન થઈ શકે.
ખેતી. કારીગરોની આ દશા હતી એટલું જ નહિ પણ ખેતીની પણ એવી જ સ્થિતિ હતી. કારીગરો ખેતી પણ કરતા હતા.
“જે રૈયત ખેતી પણ કરે છે અને બીજો હુન્નર પણ કરે છે, તેઓ કમ્પનીના ગુમાસ્તાઓના જુલમથી ખેતી સુધારી શકતા નથી અને મહેસુલ આપ