________________
૨૯
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. (૧) દરીઆ રસ્તે જે આમદાની અથવા રવાનગી વેપાર થાય તેને માટે કમ્પનીના દસ્કત આપવા; તેને કઈ કનડગત ન કરવી અને તેના ઉપર કંઈ જકાત ન લેવી.
( ૨ ) દેશમાં ને દેશમાં જે વેપાર ચાલે તેમાં જે ચીજો દેશમાં પાકતી અને પેદા થતી હોય તેને માટે કમ્પનીના દરકત આપવા; અને તેવા માલ ઉપર નક્કી કર્યા પ્રમાણે જકાત આપવી.
આ સિવાય બીજી પણ સરતે તેમાં હતી.
આના કરતાં વધારે વાજબી સરતો શી હોઈ શકે ? પણ કલકત્તામાં તો આના ઉપર એક મોટું તોફાન જાગ્યું. એલિઅટ, હે, અને વચ્ચે એવો અભિપ્રાય દફતર ઉપર નો કે વાન્સિટાટે કબુલ કરેલા ધારા અંગ્રેજ તરીકે આપણી આબરૂને ધકકો પહોચાડે એવા છે; અને તમામ જાહેર તથા ખાનગી વેપારને પાયમાલ કરે એવા છે. કાઉન્સિલની સભા તા. ૧૫ મી ફેબ્રુઆરીને રોજ મળી. તા. ૧ લી માર્ચ તેના ઉપર ગંભીર ચર્ચા થઈ. એ ઠરાવ કરવામાં આવ્યો કે કમ્પનીના કરોને અંદરનો વેપાર જકાત વિના ચલાવવાનો હક છે. નવાબના હકના અંગીકાર તરીકે માત્ર મીઠા ઉપર અઢી ટકા જકાત આપવામાં આવશે. અને વાસિટાર્ટની તમામ માલ ઉપર નવ ટકા જકાત આપવાની મુલત નામંજુર કરવી.” આ ઠરાવથી વાન્સિસ્ટાર્ટ અને હેરિટંગ્સ જુદા પડયા.
આ પ્રમાણે સ્વાર્થી માણસેએ સ્વાર્થ સાચવવાનો ઠરાવ કર્યો. વરન હેસિનો મત ન્યાયી હતો. હેસ્ટિસના શેરામાંથી નીચેનાં થોડાં વાક્યો સંભારી રાખવા જેવાં છે.
હું એક ઘણી જ હલકી સ્થિતિમાં હતો તે વખતે આ દેશના લોકોમાં રહ્યો છું. તે વખતે આપણે નવાબી રાજ્યમાં એક ગુલામ જેવા પરતંત્ર હતા, તે પણ નવાબીના અમલદારો અને જમીનદારો આપણે માટે ઘણી દરગુજર કરતા અને કંઈક માન પણ આપતા. તેથી આજે જે ઠરાવ રાજ્યસભા કરે