________________
૩૩૮
પ્રકરણ ૮ મું.
મુંબઇમાં રૈયતવારી મહેસુલ, - એલિફન્સ્ટન ૧૮૨૭ માં વિલાયત ગયો તે વખતે દરેક પ્રજામાં મહેસુલ આકરી છે એમ લોકમાં સામાન્ય રીતે મનાતું હતું અને કમ્પનીના નોકર તથા મહેસુલના અધિકારીઓ પણ તેમજ માનતા હતા. મદ્રાસમાં ડે. કાન્સિસબુકનની તપાસ દરમિયાન મહેસુલી અધિકારીઓએ જમીનનો વેરો બહુ ભારે હોવાનું અને તેથી લોકની આબાદીમાં હરકત આવવાનું કબૂલ કર્યું હતું અને તેથી મનાએ અરધને બદલે ત્રીજો ભાગ સરકાર હકકને કરી નાંખ્યો હતો; છતાં તે પણ હજી ભારે જ હતે. ઉત્તર હિંદુસ્તાનમાં સરએડવર્ડ કલાક અને એક પછી એક ગવર્નર જનરલોએ બ્રિટિશ સરકારે આપેલું વચન પાળીને જમીનની મહેસુલને અચલ આંકડે કરવાને માટે અધિષ્ઠાતૃ સભા સાથે બહુ માથાકુટ કરી, પણ તેમાં તેઓ ફાવ્યા નહિ. આ પ્રમાણે જમાબ દી હલકી કરવાને તેમને હેતુ એ હતો કે લેકને પસે એકઠા કરવાનું અને પોતાની સ્થિતિ સુધારવાનું બની આવે. મુંબઈમાં પણ એલિફન્સનને મહેસુલ વધતી જતી જોઇને ચિંતા ઉત્પન્ન થઈ હતી અને ચેપ્લિને નીપજને એક તૃતીયાંશ સરકાર હકનો મુકરર કર્યો તેથી રૈયતને કંઇક શાંતિ થશે એમ મનાયું હતું. આખા હિંદુસ્તાનમાં જ્યાં યાવચ્ચન્દ્રદિવાકર જમાબંદી ન હતી ત્યાં નવા રાજાના હકનો બેજે રૈયતને બહુ ભારે પડે હતે. અધિષ્ઠાતાઓ ફરિયાદ સાંભળે જ નહિ અને કમ્પનીના જે નકરોને લોકને થતા ગેરઇન્સાફનું ભાન હતું તેઓ પોતાના અભિપ્રાયો રીતસર રજુ કરતા પણ કંઇ ઉપાય કરવાને તેઓ અશકત હતા.
આ વખતે પ્રખ્યાત અંગ્રેજ બિશપ હેબર હિંદુસ્તાનમાં હતા એમણે ૧૯૨૪-૨૫-૨૬ માં આખા હિંદુસ્તાનમાં મુસાફરી કરી અને આ મુસાફરી દરમિયાન જુદા જુદા પ્રાન્તના લેકેની સ્થિતિની બારીકાઈથી નિરીક્ષા કરી. તેને લેકની નિર્ધનતા જોઈને અને ઈસ્ટઇન્ડિયા કમ્પનીએ