________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ.
૩૩૭.
જના પ્રમાણમાં વધારે પડતી મહેસુલ કેઈને ન આપવી પડે તે બાબતમાં થોડાક કાનુને સરળતાથી થઈ શકત; અને તે કાનુનને તાબે રહીને ગામડાંઓના ઘરડાઓને લેક પાસેથી છૂટક છૂટક ઉઘરાવીને રાજ્યને સમગ્ર મહેસુલ આપવાનો તેમનો મૂળ અધિકાર કાયમ રાખી શકાય હોત. આ રીતથી હિંદુસ્તાનની પ્રાચીન રીત સતત ચાલ્યા કરત એ એક ઑટો ફાયદો દેખીતેજ થાત, અને દરેક ગામમાં સુસ્થાપિત લેકમંડળ બન્યું રહેત. પણ આવી ગોઠવણ કમ્પનીના રાજ્યના અંતસ્તત્વથીજ વિરુદ્ધ હતી. કમ્પનીની નીતિ દરેક ખેડૂતની સાથે પ્રત્યક્ષ સંબંધ બાંધવાની અને તે એટલે આપી શકે તેટલ કરે તેની પાસેથી લેવાની હતી. આ વિચારથી એલ્ફિન્સ્ટન પડે પણ એટલે સુધી દોરવાઈ ગયો હતો કે તેણે પણ સામાન્ય માપણી કરી દરેક ખેડુતની જવાબદારીના નિર્ણય કરવાનું મંજુર કર્યું અને આટલું કર્યા છતાં જ્યારે પટેલની મારફત સમગ્રતાથી ખેડત સાથે વ્યવહાર પાડવાની તેની ઈચ્છા થઈ ત્યારે પટેલનો અધિકાર નષ્ટ થયે, એ ટીકાને તેની ઈચ્છા ઉઘાડી રીતે પાત્ર હતી.
એલિફન્ટને ૧૮૨૭ માં હિંદુસ્તાન છોડયું તે વર્ષમાં અધિષ્ઠાતસભાએ એલિફન્સ્ટનની દરખાસ્તની નબળાઈ પકડી કહાડી અને તેને લાભ લીધો. લખે છે કે, “જો માપણીથી દરેક ખેડુતના હક્કનો અને જવાબદારીનો નિર્ણય ખરેખરી રીતે થઈ શકે અને તેના હક્કનો ભંગ થતાં ખેડૂત તાત્કાલિક પ્રત્યક્ષ ઉપાય લઈ શકે, એવી પદ્ધતિ બંધાય, તે આ લેખના એક પૂર્વની કલમમાં લખ્યા પ્રમાણે પટેલનો ઉપયોગ થઈ શકે. માજી પેસ્વાઈના વખતમાં ઇજારા આપવાથી જે અનિષ્ટો ઉત્પન્ન થયાં હતાં તેનો આપને અનુભવ છે તે આપે જેમને સત્તાને દુરૂપયોગ કરવાની આદત પડી છે, તેમના હાથમાં દુરુપયોગ થઈ શકે. એવી સત્તા સોંપતાં પહેલાં બહુ સાવધાની રાખવી જોઈએ. તેમજ ઇજારદાર સાથે આપણે માફકસર મહેસુલ લેવાનો ઠરાવ કરીએ તેથી પણ તે.લોક પાસે, જુલમ કરીને વધારે નહિ કઢાવે એ પણ ભરૂસો અમને રહેતો નથી.
ગામાતના તંત્રના અંતનો આ આરંભ હતે. 22