________________
બ્રિટિશ હિંદુસ્થાનનો આથક ઈતિહાસ.
૩%
તેમના ઉપર મુકેલે મહેસુલરૂપી ભારે બેજે જોઇને બહુ દીલગીર થઈ. તેમણે આ વાત સ્પષ્ટ શબ્દોમાં પિતાની નંધમાં લખેલી નથી કારણ કે તે નોંધ પ્રસિદ્ધ કરવાના હેતુથી લખાઈ હતી. પરંતુ ખાનગી પત્રમાં એણે પોતાનું હૃદય ખુલ્લા શબ્દોમાં અને છૂટથી ખાલી કર્યું છે. રાઈટ ઓનરેબલ ચાર્લ્સ વિલ્યમ વિનના ઉપર ૧૮૨૬ માં કર્ણાટકથી લખેલો પત્ર દાખલા તરીકે નીચે ટાંકીશું.
હું ધારું છું કે કરના આ દરે દેશી કે યુરોપીયન ખેડુ આબાદ થઈ શકે નહિ. 'જમીનની નીપજને અડધ ભાગ સરકાર માગે છે, અને જ્યાં અચળ જમાબદી નથી ત્યાં આ દર એટલે તો ભારે પડે છે કે લેક આટલે કરકસરીઓ છે છતાં હમેશની ચાલતી જરૂરીયાતો માટે પણ પુરૂં થાય એટલું તેને રહેતું નથી. તે તો તે લોકો જમીન બહુ જ સસ્તી અને સાદી રીતે ખેડે છે. વળી કોઈ પ્રકારના સુધારાને માટે તો આ દરથી પૂરી અટકાયત થાય છે. સારાં વર્ષોમાં પણ લોકો અત્યંત નિર્ધન દશામાં રહે છે અને જે જરાક પણ દુર્મિક્ષ જેવું જણાય તો તે સરકારને લાખો રૂપિયાની ઉપજની નુકશાની અને તગાવી વગેરેનું ખરચ થાય છે; અને તે છતાં સંખ્યાબંધ સ્ત્રી પુરુષ અને બાળકે ભુખમરાથી મરણ પામે છે અને શેરીઓમાં રસ્તા ઉપર મુડદાં રખડતાં રહે છે. બંગાળી અત્યંત ફલપ હોવાની સાથે અચળ આકાર વાળે છે તેથી ત્યાં દુષ્કાળ અજ્ઞાત છે બીજી તરફ ઉત્તરહિંદુસ્તાનમાં સરકારી નોકરો સામાન્ય રીતે એમ માને છે અને હું પણ એમની સાથે એકમત થાઉં છું કે કમ્પનીના પ્રાંતમાં રૈયતની સ્થિતિ દેશી રજવાડાંઓની રૈયતની સ્થિતિ કરતાં ખરાબ અને નબળી છે, અને અહીં મદ્રાસમાં જ્યાં જમીન હલકા દરની છે ત્યાં તો આ ફેરફાર બહુ સ્પષ્ટ માલુમ પડી આવે છે. હકીકત એ છે કે કઈ દેશી રાજ્ય આપણે જેટલે હક્ક માગીએ છીએ તેટલો હક્ક માગતું નથી અને આપણું પદ્ધતિના નિયમિતપણાને માટે યોગ્ય માન રાખતાં પણ મને એવા માણસો બહુ થાડા મળ્યા છે કે જેઓ એમ નથી માનતા કે આપણી રૈયત ઉપર મજા