________________
૩૧૪
પ્રકરણ ૭ મું.
જેમને આ તરફના સાહિત્યનું સારું અને ઊંચું જ્ઞાન હતું તેમજ ઉદાર તુલને હતી તેમણે દેશીઓને પોતાની ભાષા દ્વારા કેળવણી આપવાની ભલામણ કરી પણ મેકેલે અને ટેવેયન જેવા વધારે વ્યવહાર પુરૂષોએ એ વિચાર બાંધે કે અર્વાચીન વિદ્યાની કેળવણી અર્વાચીન ભાષાહારાજ આપી શકાશે. મેકોલેની સમર્થ યાદી જે એક ઐતિહાસિક દસ્તાવેજ થઈ પડે છે તેણે આ ચર્ચાને નિર્ણય કર્યો. તેમણે સંસ્કૃત સાહિત્યની તુલના કરવામાં તે ભૂલ કરી હતી તે પણ તેને નિર્ણય સાચો આવ્યો હતો. તેણે લખ્યું છે કે,
“આપણે એક એવા જનમંડળને કેળવણી આપવાની છે કે જેમને અત્યારે તેમની માતૃભાષામાં કેળવણી આપી શકાય તેમ નથી. તેમને કેઈક પરદેશી ભાષા તે ભણાવવી જ પડશે. આપણી પિતાની ભાષાના હક્ક સંબંધે ફરીથી કાંઈ બોલવા જરૂર નથી. પશ્ચિમની ભાષાઓમાં પણ એ સર્વોત્તમ સ્થિતિ ભોગવે છે એટલું જ નહિ પણ હિંદુસ્તાનમાં અંગ્રેજી ભાષા રાજ્યકર્તાની ભાષા છે. રાજ્યપાનીઓના શહેરમાં ઊંચા વર્ગને દેશીઓ પણ તેજ ભાષા બોલે છે. પૂર્વના તમામ સમુદ્રમાં વ્યાપારની પણ એજ ભાષા થશે એ સંભવ છે. બે મોટી યુરોપીયન પ્રજાઓ જે એક દક્ષિણ આફ્રિકામાં અને બીજી ઓસ્ટ્રેલિયામાં ઉત્પન્ન થાય છે તેની પણ તે ભાષા છે. આપણા માહિત્યની ખરી કિંમત ઉપર વિચાર કરીએ આપણા દેશની વિશેષ સ્થિતિ ઉપર વિચાર કરીએ તો પણ બીજી બધી પરદેશી ભાષાઓ કરતાં આપણી ઇગ્રેજી ભાષા આપણી દેશી રૈયતને વધારે ઉપયોગી થઈ પડશે એમ માનવાને બળવાન કારણો છે.” " મેકોલેની યાદીની અપ્રતિતતાએથી પ્રાચ્ય પંડિતોને નસાડી મૂક્યા. એ નિર્ણય થયો કે હિંદવાનોને ઇગ્રેજી ભાષા દ્વારા કેળવણી આપવી. આ બનાવ પછી ઓગણીસમે વર્ષ ૧૮૫૪ માં કેળવણી સંબંધી ખરતાથી આ વિચારની યે પરિપૂર્તિ થઈ તેમાં એવું શાસન કાઢવામાં આવ્યું કે પ્રાથમિક કેળવણી દેશી ભાષાઓદ્વારા આપવી, અને તેમાં થઈને ઇંગ્રેજી ભાષાધારા