________________
૩૧
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ રાખનાર મુલકી જકાત રદ કરવા તરફ પહેલું નિયત પગલું ભર્યું. મેકેલે તમામ
વ્યવહારના કામમાં મદદગાર થયા અને પીનલ કોડ જે દુનિયાના સાહસ કોશોમાં ઉત્તમ ગણાય છે તેનો મુસદો ઘડો. લેડ વિલ્યમ બેન્ટિન્કના ઉપરામ પછી મેટકાફે તેનીજ નીતિનું અનુકરણ કર્યું અને પિતાના ટુંકા અમલની દરમિયાન હિંદુસ્તાનને છાપાની સ્વતંત્રતા બક્ષી.
ખરા સુધારાથી હમેશાં ખરચમાં કરકસર થાય છે તે પ્રમાણે લેર્ડ વિયમ બેન્ટિન્કના સમયમાં ઘણા વખતની જુની ટને બદલે વધારો જણાય. ૧૮૧૪ થી ૧૮૨૮ સુધીમાં બે કરોડ પાઉંડ જેટલી કુલ ખોટ થતી હતી; અને છેલ્લાં છ વર્ષમાં વર્ષે દહાડે ત્રીસ લાખની ખોટ આવતી હતી. લોર્ડ વિલ્યમ બેન્ટિન્કને હાથે ખેટ તે ગઈ અને ઉલટો બે કરોડનો વધારો થયે.
હિંદના રાજ્યવહીવટનો કાંઈ ખરો સુધારક નિન્દાથી બચી શક્યો નથી. હિંદી અમલદારોની સત્તામાં વધારે કર્યો તેથી યુરોપીયનોને માઠું લાગ્યું અને જે કાયદાથી તેમણે દીવાની અપીલે કલકત્તાની સુપ્રિમ કોર્ટ આગળ લાવવાનો હક ખેંચી લેવામાં આવ્યો તેનું નામ “ કાળો કાયદે”પાડયું. અને મેકોલે અને બેન્ટિન્ક ઉપર ગાળોનો વરસાદ વળ્યું. ઈતિહાસકાર થોર્નન્ટન પણ આ જાતિપક્ષપાતને વશ થયો હતો. જે બ્રિટિશ રાજપુરુષોએ હિંદના લોકોના સ્વાર્થમાં સુધારો કર્યો છે તે બધાની આવીજ દશા થયેલી આપણે જોઇએ છીએ. કેનિન્ગ અને રિપન એ તાજા દાખલા છે.
મુંબઈ કરતાં કલકત્તામાં ઈંગ્રેજી કેળવણીનો પ્રચાર વધારે હતું. કલકત્તાના એક ઘડીઆળી ડેવિડ હેરે એક અંગ્રેજી નિશાળ માંડી તેનું નામ ઈંગ્રેજી કેળવણીના પિતા તરીકે હજી બંગાળામાં મશહૂર છે. તે પછી ૧૮૧૭ માં માવિસ ઓફ હેસ્ટિંગ્સ કલકત્તાની હિંદુ કોલેજ સ્થાપી. તે પછી તરતજ હિંદુસ્તાનમાં અંગ્રેજી ભાષાઢારા કેળવણું આપવી કે સંસ્કૃત અરેબિક અને દેશી ભાષાઓ દ્વારા આપવી તે સવાલ ઉપસ્થિત થયે. એમાં પ્રાચ પંડિત